રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પપૈયા ને ખમણી લેવું બને જાડું ખમણી માં ખમણવું બને સમભારા માટે અડઘું કરી લઈશું એક ડીશ માં અડઘું ખમણ લેવું તેમાં મીઠુ ને હિંગ નાખવા
- 2
પછી તેમાં તેલ ને લસણ ની ચટણી નાખી મિક્સ કરી લેવું
- 3
હવે ગળીયો સંભારો કુકર માં તેલ મૂકવું પછી તેમાં રાઈ નાખવી પછી તેમાં હિંગ ને હળદર નાખવી પછી તેમાં મરચા ના કટકા ને આખા ધાણા ઉમેરવા
- 4
પછી તેમાં પપૈયા નું ખમણ ઉમેરો ને મીઠુ ને ગોળ ઉમેરો ને મિક્સ કરો
- 5
હવે કુકર નું ઢાંકણું બંધ કરી એક સિટી મારવી(બજાર જેવો બનશે જામનગર માં તીખો કરતા ગળીયો સંભારો ખાવાના શોખીન)
- 6
ગાંઠિયા જોડે સંભારો સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626692





















ટિપ્પણીઓ (5)