લસણ કેરી નું અથાણું (Garlic Mango Pickle Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ખમણી લો. તેમાં મીઠું, હળદર નાંખી ૧૫ મિનીટ સાઈડ પર રાખી દો. પાણી છુટુ પડતું દેખાય એટલે કેરી ના છીણ ને નિચોવી લો. આ ખાટુ પાણી બીજા કોઈ અથાણા બનાવામા કામ આવશે. તો તેને ફેંકવું નહી. લસણ ને અધકચરું વાટી લો.
- 2
એક બાઉલ મા કેરી અને લસણ ને ભેગા કરી તેમાં મેથીયો મસાલો નાખો. બધુ સરસ મિક્સ કરો. વઘાર માટે એક પેન મા તેલ ગરમ કરો. તેમાં રાઈ,જીરુ, મરી,મેથીદાણા,વરીયાળી,સુકા મરચા, લીમડો ને હીંગ નાંખી તરત ગેસ બંધ કરો. આ વઘાર થોડો ઠંડો થાય પછી લસણ ને કેરી મા નાંખી બધુ સરસ મિક્સ કરી બોટલ ભરી લો.
- 3
તો તૈયાર છે જડપ થી બનતું અથાણું. જેને તમે તરત ખાઈ શકશો. આ અથાણું રોટલી, પરાઠા, ભાત, ખીચડી સાથે બોવ જ સરસ લાગે છે. લાંબો સમય સાચવી રાખવા માટે થોડું વિનેગર નાંખી શકો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14642211








ટિપ્પણીઓ (4)