કોલીફલાવર ચાંઉમીન (Cauliflower chowmein recipe in Gujarati)

કોલીફલાવર ચાંઉમીન (Cauliflower chowmein recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ફ્લાવર ને મોટું સમારી લો.હવે એક પેનમાં પાણી ગરમ કરવા મૂકો અને ઊકળે એટલે તેમાં ફ્લાવર નાખી ૫ મીનીટ સુધી ઉકાળો.ત્યાર બાદ ફ્લાવર ને કાઢી લો અને તેમાં જ ૧ કપ નૂડલ્સ બાફી લો.
- 2
હવે ફ્લાવર ને કોટ કરવા માટે એક બાઉલ માં ચોખાનો લોટ અને કોનૅફલોર લો ત્યાર બાદ તેમાં મીઠું,૧ ચમચી લાલ મરચું પાઉડર,૧ ચમચી રેડ ચીલી સોસ,૧ ચમચી સોયા સોસ,૧ ચમચી ટોમેટો કેચઅપ અને જરૂર મુજબ પાણી નાખીને બરાબર મિક્ષ કરી બેટર તૈયાર કરો.
- 3
બેટર માં ફ્લાવર નાખી તેલમાં તળી લો.
- 4
હવે અેક પેનમાં તેલ લઇ તેલ ગરમ થાય એટલે તેમાં લીલાં મરચાં, આદુ ખમણેલું, ડુંગળી નાખી સાંતળો ત્યારબાદ તેમાં રેડ ચીલી સોસ, ટોમેટો કેચઅપ, સોયા સોસ,વિનેગર નાખી ૫ મીનીટ સાંતળો.હવે તેમાં બાફેલા નુડલ્સ અને તળેલા ફ્લાવર નાખી ૫ મીનીટ સુધી સાંતળો.મીઠુ નાખીને બરાબર મિક્ષ કરી લો.૫ મીનીટ સુધી સાંતળો ત્યારબાદ ગેસ બંધ કરી દો.
- 5
કોથમીર નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ