લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)

આપડે બહુ જુદી જુદી જાતની લસણ ની ચટણી મો પણ ઉપયોગ કરતાં હોઈએ છીએ. લસણની સૂકી ચટણી,વઘારેલી લસણ ની ચટણી, લીલા લસણની ચટણી,મારવાડી લસણ ની ચટણી, પાઉંવડા ની ચટણી, કાઠિયાવાડી સ્ટાઈલની લસણ ની ચટણીઓ, બધી ચાટ ઉમેરતી લસણ ની ચટણી. આજે આ બધા માંથી હું બે જાતની લસણ ની ચટણી બનાવી રહી છું. પાઉંવડા માં વપરાતી ચટાકેદાર મહારાષ્ટ્ર ની ફેમસ સુકી ચટણી અને કાઠિયાવાડ ની ચટણી.
મુંબઈ(મહારાષ્ટ્ર)ના ફેમસ એવા પાઉંવડા માં એના લસણ ની સુકી ચટણી નું ખુબ જ મહત્વ હોય છે. એનાં વગર વડાપાઉં માં જરા પણ મઝા નથી આવતી. ખુબ જ ઓછા ઘરમાં જ અવેલેબલ હોય એવાં સામાન માંથી ખુબ જ ઝડપથી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવવા માં આવે છે. એને બનાવ્યા પછી કાચ ની બોટમાં ભરી તમે ૧ મહિનો આરામથી રાખી શકો છો. અમારી ઘરે વડાપાઉં બધા ના ખુબ જ ફેવરેટ છે, એટલે વારંવાર આ ચટણી નો ઉપયોગ થતો હોય છે.
કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર) માં પણ લસણ ની ચટણી બહુ જ પ્રખ્યાત છે. કાઠિયાવાડી લોકોને લસણની ચટણી વિના ફાવે જ નહીં. ત્યાં લોકો સવાર, સાંજ જમવા સાથે લસણ ની ચટણી જરુર થી લે છે. એમની જ સ્પેશિયલ રીતની ચટણી બે પ્રકારની હોય છે. સૂકી અને ગ્રેવીવાળી લસણની ચટણી. મોટા ભાગ ના એમનાં કુકીંગ માં પણ આ જ લસણ ની ચટણી નો ઉપયોગ કરતા હોય છે. આ ચટણી બનાવવી પણ બહુ જ સહેલી છે. ચટણી બનાવી કાચની બોટલમાં ભરી ૧૫ દિવસ સુધી રાખી સકાય છે. આજે મેં એમની સૂકી ચટણી ખુબ જ ઓછા સામાનમાંથી બનાવી છે. બહુ જ સ્વાદિષ્ટ ચટણી બની છે. બાજરાના રોટલા જોડે તો આ ચટણી બહુ જ સરસ લાગે છે.
જો તમને પણ આવી લસણ ની ચટણી ખાવાની મજા આવતી હોય અને ઈચ્છા થતી હોય તો તમે પણ આ ચટણી જરુર થી બનાવી જોજો. આજે જ બનાવી ને ભરી લો આ લસણ ની ચટણી.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક પેન માં તેલ લો. તેમાં લસણ ની કળી ઓ ઉમેરો અને ધીમાં ગેસ પર સરસ ગુલાબી સેકી લો. હવે, તેમાં શીંગદાણા ઉમેરી સરસ ગુલાબી સેકો. શીંગદાણાં સેકાઈ જાય પછી તેમાં આખા ધાણાં ઉમેરો.
- 2
આખા ધાણાં જોડે આખું જીરું અને તલ પણ ઉમેરો. બધા મે જરા વાર સરસ સેકી લો. હવે તેમાં કોપરાનું ખમણ ઉમેરો. કોપરું જરાવાર થવા દો.
- 3
બધું સરસ સેકાઈ જાય એટલે ગેસ બંધ કરી લો. હીંગ ઉમેરી મીક્ષ કરી જરા વાર ઠંડુ પડવા દો. જરા ઠંડુ પડે અટલે મીક્ષરમાં બધું નાંખી સરસ પીસી લો. તેમાં મીઠું અને મરચું પાઉડર પણ મીક્ષ કરી લો. તૈયાર છે, ટેસ્ટી એવી પાઉંડના ની સુકી ચટણી. આ બહુ જ સરસ લાગે છે. હું એને કોરી જ રાખું છું. તમને લાગે તો, ૨-૩ ચમચી તેલ મીક્ષ કરી શકો છો. ચટણી થોડી તીખી હોય છે પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. એકદમ ઠંડી થાય પછી કાચ ની બોટલ માં ભરી લો.
- 4
સૌથી પહેલા ખલ દસ્તા માં લસણ ની કળી ને સરસ ખાંડી લો. આ ચટણી આપડે આ રીતે બનાવસું. મીક્ષર કરતાં આમાં આ રીતે બનાવવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. લસણ સરસ ખંડાય એટલે જીરું ઉમેરી એને પણ ખાંડી લો. મીઠું ઉમેરી લો. બધું સરસ મીક્ષ કરી ખાંડો.
- 5
હવે, એક નાના પેન માં તેલ ગરમ કરો તેમાં હીંગ ઉમેરો અને મરચું પાઉડર ઉમેરો, બધું સરસ મીક્ષ કરો. હવે એ મીક્ષ માં ખાંડેલું લસણ નું મીક્ષ બધું ઉમેરી સરસ હલાવો. જરા વાર ધીમા ગેસ પર રાખો. સતત હલાવતાં રહો. સરસ સેકાસે એટલે કાચા લસણ નો ટેસ્ટ જતો રહેસે અને ચટણી એકદમ સ્વાદિષ્ટ લાગસે.
- 6
- 7
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (18)