રાંધવાની સૂચનાઓ
- 1
સરગવાની શીંગ ને ૫ મિનિટ ઉકળતા પાણી માં બાફી લેવી, દાળ ને ધોઈ ૨ કલાક પલાળી ટામેટાં સાથે બાફી લઇ ટામેટાની છાલ દૂર કરી દાળ અને ટામેટા ને ક્રશ કરી લેવી.
- 2
ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરું,હિંગ, મીઠો લીમડો નો વઘાર કરી તેમાં ડુંગળી નાખી ધીમા તાપે સાંતળી તેમાં દુધી, બટાકા, રીંગણ અને સરગવાની શીંગ નાખી ૨ મિનિટ ઢાંકી ને થવા દેવું.
- 3
ત્યારબાદ તેમાં મીઠું,હળદર, ધાણાજીરૂ,ગરમ મસાલો નાખી મિક્સ કરી ૨ મિનિટ ઢાંકી ને થવા દઇ તેમાં તૈયાર દાળનું મિશ્રણ નાખી ધીમા તાપે ૧૦ મિનિટ ઢાંકીને થવા દેવું.
- 4
આ ગરમાગરમ સાંભાર ને ઇડલી/મેંદુવડા સાથે સર્વ કરવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14667650













ટિપ્પણીઓ (2)
Only
#GA4
#week25 Jae avehse