જેસલમેરી કાળા ચણા કઢી(Jaisalmeri Kala Chana Kadhi Recipe In Gujarati)

જેસલમેરી કાળા ચણા ની વાનગી રાજસ્થાનના જેસલમેરની એક ખુબ જ આસાન રીતે બનતી એક પરંપરાગત વાનગી છે. જેમાં કાળા ચણા માં મસાલા અને દહીં નાંખી બનાવવામાં આવે છે. સાદી ભાષા માં કહીએ તો કાળા ચણાં ની એક રસાવાળી કરી. આ ખુબ જ સરસ અને બહુ જ ઝડપથી બની જતી એક સ્વાદિષ્ટ રાજસ્થાની વાનગી છે.
રાજસ્થાન માં વરસાદ ખુબ જ ઓછો હોય છે, એટલે ત્યાં લીલી શાકભાજી ખુબ જ ઓછા પ્રમાણ માં મળે છે. ત્યાં નાં લોકો રોજબરોજ ના જમવામાં શાક ના વપરાશ વગર ની વાનગી ઓ વધુ બનાવે છે. મોટાભાગની શાકાહારી રાજસ્થાની વાનગીઓ માં ચણાના લોટ, કઠોળ અને બટાકાની મદદથી વાનગી ઓ બનાવવાં આવે છે. જેસલમેરી ચણા પણ એમાં ની જ એક બહુ ટેસ્ટી વાનગી છે.
જેસલમેરી કાળા ચણા ને જેસલમેરી કાલા ચણા કઢી તરીકે પણ ઓળખવામાં અભાવે છે. અમારી ઘરે બધાને ચણા માંથી બનાવેલી બધી જ વસ્તુ ઓ ખુબ જ ભાવે છે. ચણાચાટ, પાણીપુરી, ચણાચોર ગરમ અને જેસલમેરી ચણા. એમાં જેસલમેરી ચણાં તો અવાર નવાર ઘરે બનતા જ હોય છે. તે પરોઠા, રોટલી કે પછી રાઈસ જોડે પણ બહુ જ સરસ લાગે છે. શાક ઘરમાં ના હોય તો આ એક બહુ જ સરસ ઓપ્સન છે. જલદી થી ઘરમાં જ અવેલેબલ હોય એવા સામાન માંથી બનતી સ્વાદિષ્ટ વાનગી છે. તમે પણ મારી આ રીતે જેસલમેરી ચણા બનાવી ને જરુર થી જોજો

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ધોઈ ને ચોખ્ખા કરેલા ચણા ને ૫-૬ કલાક માટે પલારવા મુકો. મેં રાતના પલારી લીધાં હતાં. હવે એ પલારેલા ચણાં ને કુકરમાં પાણી અને જરા મીઠું નાંખી સરસ બાફી લો. કુકર ઠંડુ પડે એટલે ચણા ને કાણાં વાળા વાસણ માં કાઠી જરા ધોઈ લો. બાફેલા ચણા ને ફરી ધોવા નું ઓપ્સન્લ છે. હું એને ફરી ધોઈ લવું છું, જેથી એની ઉપર નું કાળું પાણી નીકળી જાય અને ચણા એકદમ સરસ ચોખ્ખા લાગે.
- 2
ચણા ને કુકરમાં બાફવા મુકી, પરોઠા નો લોટ તૈયાર કરી લો. ઘઉં ના લોટ માં મીઠું, તેલ અને અજમો નાંખી પરોઠા નો બહુ કાઠો ના હોય એવો લોટ બાંધો. એને જરા વાર ઢાંકી ને મુકો. લોટ રેસ્ટ કરે એટલી વાર માં જીરા રાઈસ બનાવી લો.
- 3
ચોખા ને ધોઈ ને કુકરમા એકદમ ઓછું પાણી મુકી ને સીટી મારી ને છુટ્ટા દાણાં થાય એવા રાઈસ બનાવો, કે પછી,બહાર ગરમ પાણી માં ચડાવી ને છુટ્ટા રાઈસ બનાવી લો.મેં રાઈસ કુકર માં ૧ કપ ચોખામાં ૧.૫ કપ જ પાણી નાંખી ને બનાવ્યા છે. જરા ઠંડા પડવા દીધાં છે, એટલે એક એક દાણો છુટ્ટો પડસે. જીરા રાઈસ માં રાઈસ એકદમ છુટ્ટો થયો હોય તો બહુ સરસ લાગે છે. હવે, વઘારીયા માં ઘી ગરમ કરો, જીરું લવીંગ અને તજ ઉમેરો. સરસ તતડે અટલે હીંગ નાંખી ગેસ બંધ કરી સાઈસ માં ઉમેરો. મીઠું ઉમેરો. સરસ મીક્ષ કરી લો. ઝીણી સમારેલી કોથમીર થી સજાવો.
- 4
ચોખા ને રાઈસ કુકરમાં મુકી એ તૈયાર થાય ત્યાં સુધીમાં પરોઠા કરી લો. લોટ ને સરસ મસળી એક સરખાં લુઆ કરો. ગોળ પરોઠું વણી ને લોઢી પર બંને બાજુ સરસ ગુલાબી હોય એ રીતે સેકી લો. સેકવાં માટે તેલ કે ઘી નો ઉપયોગ કરો.
- 5
હવે, ચણાં ના લોટ માં મીઠું, હળદર, મરચું, ધાણાંજીરું, ગરમ મસાલો ઉમેરો. થોડું થોડું પાણી ઉમેરી ગાંઠો ના હોય એવું ઘોળ (ખીરું) કરો. મેં ૧/૨ ગ્લાસ જેવું પાણી યુઝ કર્યું છે.
- 6
હવે, દહીં માં ૧/૨ ગ્લાસ પાણી નાંખી સરસ હલાવી જાડી છાસ જેવું કરો.
- 7
હવે, એક પેનમાં ઘી લો. ઘી જરા ગરમ થાય એટલે જીરું અને હીંગ પાઉડર ઉમેરો. જીરું સરસ તતડે એટલે બેસનનો બનાવેલ ઘોળ એમાં ઉમેરો. ગેસ એકદમ ધીમો રાખો.
- 8
સરસ બધું મીક્ષ કરી હલાવતાં રહો. લોટ કાચો છે, એટલે એને સરસ સેકાવા દેવો પડસે. જરુર લાગે તો ૧/૨ ગ્લાસ પાણી ઉમેરો. સતત હલાવી લોટ ને સેકો. જરા વાર લોટ સરસ સેકાવા લાગે એટલે એમાં દહીં ની બનાવલ છાસ ધીમે ધીમે ઉમેરો. હલાવતાં રહો અટલે ચોંટે નહિ. હવે એમાં બાફેલા ચણાં ઉમેરો. મીક્ષ કરો. જરા વાર માં સરસ થીક થઈ જસે. બહુ જ સરસ સ્મેલ આવસે. બહુ જો જાડું લાગે ૩-૪ ચમચી પાણી ઉમેરી મીક્ષ કરી જરા ચડવા દો. બહુ પતલું પણ નથી કરવાનું એનું ખાસ ધ્યાન રાખો.
- 9
જેસલમેરી ચણા ને એને બાઉલમાં કાઠી ઉપર કોથમીર ભભરાનો. હવે, વઘારીયા માં ૧ ચમચી તેલ માં ૧/૪ ચમચી લાલ મરચું મીક્ષ કરી જરા ગરમ કરી ઉપર નાંખો.બહુ જ સરસ લાગસે. તો તૈયાર છે જેસલમેરી કાળા ચણા. આ પરોઠા અને જીરા રાઈસ જોડે બહુ જ સરસ લાગે છે. મેં જોડે મારવાડી લસણ ની ચટણી, આથેલાં મરચાં, કાંદા સલાડ, ગોળ અને પાપડ જોડે પીરસ્યા છે.
- 10
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (15)