કરારી રોટી (Karari Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બંને લોટ મિક્સ કરી તેમાં ઘી તથા સ્વાદ મુજબ મીઠું ઉમેરી થોડું થોડું પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધી લેવો લોટ ને દસથી પંદર મિનિટ માટે રહેવા દેવો
- 2
લોટમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી કુંણવી લેવો અને તેના સરખા ભાગે લુઆ કરી લેવા
- 3
ગેસ ઉપર કઢાઈને ઉંધી ગરમ કરવા મૂકવી હવે રોટલીનું એક લુવુ લઈ જેટલી પતલી થાય એવડી રોટલી વણી લેવી
- 4
રોટલી થોડી શેકાય એટલે તેને ધીમા ગેસે એક કપડા ની મદદથી ધીમે ધીમે કડક થાય ત્યાં સુધી શેકવી થોડી લાલ થાય એટલે તેને નીચે ઉતારી લેવી
- 5
એક બાઉલમાં ઓગાળેલું બટર તથા તેમાં ચાટ મસાલો ઉમેરી અને સરખું મિક્ષ કરી લેવું તૈયાર કરે રોટલીમાં બ્રશની મદદથી બટર ને લગાવો
- 6
હવે તેના પર કોથમીર તથા ચીઝ છાંટી દેવું તો તૈયાર છે કરારી રોટી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14695158

















ટિપ્પણીઓ (9)