ભરેલા રીંગણ ગ્રેવી વાળા (Bharela Ringan In Gravy Recipe In Gujarati)

Neelam Dalwadi @cook_29406944
ભરેલા રીંગણ ગ્રેવી વાળા (Bharela Ringan In Gravy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણ ને ધોઈને કોરા કરીને ઉભા કાપા પાડો.
ગાંઠિયા ને મિક્સરમાં ભૂકો કરીને પાઉડર બનાવો.
તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરૂ, ખાંડ ઉમેરી રીંગણમાં ભરવાનો મસાલો તૈયાર કરો.
મસાલો રીંગણમાં ભરો. - 2
પહોળા તળિયાવાળા કુકરમાં તેલ ગરમ મૂકો.
તેલમાં રાઈ-જીરું મૂકો.
તેમાં ક્રશ કરેલી ડુંગળી અને આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરો.
ડુંગળી ગુલાબી શેકાય એટલે તેમાં ટામેટા ઉમેરો.
બધું જ બરાબર શેકાવા દો.
તેમાં ડુંગળી અને ટામેટા ના ભાગ નું મીઠું ઉમેરો.
હળદર મરચું ધાણાજીરું તેમજ ગરમ મસાલો ઉમેરો. - 3
તેલ છૂટું પડે એટલે તેમાં ભરેલા રીંગણ મૂકી દો.
ધીમેથી થોડું હલાવીને તેમાં ૧૦૦-૧૨૦ મિલી પાણી રેડો.
સાધારણ હલાવીને કુકર બંધ કરી એક સીટી થવા દો. - 4
કુકર સર્જાઇ જાય એટલે ખોલીને શાકને ધીમેથી સર્વિંગ બાઉલમાં કાઢી લો.
તેને લીલા ધાણાથી ગાર્નિશ કરીને ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- જામનગર ના પ્રખ્યાત બ્રેડ કટકા (Jamnagar Famous Bread Katka Recipe In Gujarati)
- દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
- લેમન કોરીએન્ડર સુપ(Lemon Coriander Soup Recipe In Gujarati)
- વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
- કેળાં વટાણા ના જૈન પંજાબી સમોસા(Kela Vatana Jain Punjabi Samosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14760140







ટિપ્પણીઓ (3)