કેસર ડ્રાય ફ્રૂટ્સ મઠો (Kesar Dry Fruits Matho Recipe In Gujarati)

ગરમી માં નાનાં - મોટા સહુને ભાવે એવો મઠો બધાંને ત્યાં બનતોજ હોય છે, શ્રીખંડ, મઠો, લસ્સી, ગરમી માં વધારે બનતી હોય છે. અહીં હું "કેસર - ડ્રાયફ્રૂટ્સ નો મઠો" બનાવવાની રીત બતાવું છુ.
કેસર ડ્રાય ફ્રૂટ્સ મઠો (Kesar Dry Fruits Matho Recipe In Gujarati)
ગરમી માં નાનાં - મોટા સહુને ભાવે એવો મઠો બધાંને ત્યાં બનતોજ હોય છે, શ્રીખંડ, મઠો, લસ્સી, ગરમી માં વધારે બનતી હોય છે. અહીં હું "કેસર - ડ્રાયફ્રૂટ્સ નો મઠો" બનાવવાની રીત બતાવું છુ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધને ગરમ કરીને ઠંડુ પડવા દેવું. થોડું વોર્મ જેવું ગરમ હોય ત્યારે દહીંને ફેંટીને દૂધ માં ભેળવી દહીં બનાવવા મૂકી દેવું. દહીં બનતા 4-5 કલાક થાય. પછી તેને એક પાતળા અથવા જીણા મલમલ નાં કપડામાં લઈને તેનું બધું પાણી કાઢી લેવું. હવે તેનાં પર વજન રાખીને ફ્રીઝ માં મૂકી દેવું. જેથી બધું દહીંનું પાણી પણ નીકળી જાય, અને ગરમી નાં કારણે દહીં ખાટું પણ નાં થાય.
- 2
બારે કાઢીને તમે જોશો કે દહીં નો સરસ મસ્કો તૈયાર થઇ ગયો છે.
- 3
હવે તેને એક પ્લેટ માં કાઢી લેશું. અને ચમચી ની મદદ થી તેને દબાવીને લીસ્સી પેસ્ટ કરશું. સાથે તેમાં દળેલી ખાંડ પણ ઉમેરતા જાશું.
- 4
બધી ખાંડ બરાબર મિક્સ થઇ જાય એટલે તેને બારીક ચારણી માં રાખી, ચમચી થી દબાવીને ચારણી માંથી ચાળીને કાઢશું.સરસ એકદમ લીસ્સો મઠો નીકળશે.
- 5
હવે નીકળેલ મઠ્ઠા માં દૂધ માં પલાળેલું કેસર, જીણા ટુકડાં માં કપાયેલાં ડ્રાયફ્રૂટ્સ, થોડાં ડ્રાયફ્રૂટ્સ ઉપરથી ભભરાવવા માટે અલગ થી રાખશું. અને ઈલાયચી પાઉડર મિક્સ કરીશું. અને ઉપરથી ડ્રાયફ્રૂટ્સ નાં ટુકડાં ભભરાવશું.
- 6
હવે તેને એકદમ સારી રીતે સેટ થવા માટે ફ્રીઝ માં રાખીશું. અહીં આપણે આખીરાત પણ ફ્રીઝ માં રાખી શકીયે. એકદમ ઠંડુગાર થાય, એટલે બારે કાઢી ખાવા નો આનંદ માણીયે. ગરમી માં ઠંડો ઠંડો મઠો નાનાં -મોટા બધાનેજ ગમશે.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- કોથમીર ની સુકવણી(Kothamir Sukavani Recipe In Gujarati)
- કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું જૈન શાક (Kathiawadi Cashew - Ganthiya Jain Sabji Recipe In Gujarati)
- કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
- લેફ્ટ ઓવર રાઈસ બેસન ઢોંસા (Left Over Rice Besan Dosa Recipe In Gujarati)
- ડપકા કઢી(Dapka Kadhi Recipe In Gujarati)
















ટિપ્પણીઓ (2)