આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક ત્રાસ માં પરાઠા નાં લોટ ની વસ્તુ બધી ઉપર પ્રમાણે લઈ ને લોટ બાંધી લો.લોટ પરોઠા જેવો જ બાંધવો.થોડી વાર ઢાંકીને રાખો પછી તેલ ૧ ચમચી જેટલું નાખીને લોટ ને મસળી લો.
- 2
એક ઊંડા વાસણ માં બાફેલા બટાકા ને મેશર થી મેષ કરી લેવા.તેમાં મીઠું,સાકર,લીંબુ નો રસ,કાળા મરી નો પાઉડર,કોથમીર,આદુ મરચા ની પેસ્ટ અને ગરમ મસાલો એડ કરવો.બધું હાથ ની મદદ થી મિક્સ કરી લેવું.મસાલો તૈયાર છે તેના ઉપર વઘાર ઉમેરવાનો છે.વઘાર ની રીત નીચે છે.
- 3
એક પાવડા માં તેલ લો.તેમાં રાઈ જીરું હિંગ અને કરી પત્તા એડ કરવા.આ વઘાર ડાયરેક્ટ બટાકા નાં સ્ટફિંગ માં એડ કરસુ.અને હવે સ્ટફિંગ રેડી છે.મિક્સ કરી લો.
- 4
લોટ ના ગોઈના કરી લેવા.એક લુવો લો તેમાં સ્ટફિંગ ભરીને લોઢી ઉપર ઘી મૂકીને સેકી લેવા.
- 5
ગરમ આલુ પરોઠા સર્વ કરો.
- 6
મારી ઘરે આમજ હું બનાવુ છું અને બધા ને બહુ જ ભાવે છે
તમને ગમે તો જણાવજો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14951068







ટિપ્પણીઓ