નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)

નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ રવો લો. ત્યારબાદ તેમાં લીંબુનાં ફૂલ,ખાંડ,હળદર, તેલ મીઠું અને આદુ મરચાની પેસ્ટ નાખી વધુ સારી રીતે મિક્સ કરી બેટર બનાવવું.
- 2
આ બેટરને 10 થી 15 મિનિટ સુધી ઢાંકી ને સાઈડ માં મૂકી દેવું.
ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકવું. ત્યારબાદ એક ડબ્બમાં તેલ લગાવી લેવું. - 3
હવે બેટર માં બેકિંગ સોડા નાખી પાંચ મિનિટ ફટાફટ હલાવી લેવું. બેટા નો કલર એકદમ ચેન્જ થઇ જશે અને બેટર એકદમ હળવું થઈ જશે. તેને તરત જ તેલ લગાડેલા ડબ્બામાં રેડી દસથી પંદર મિનિટ ઢોકડિયા માં મૂકી દેવું. ઢોકળા થઈ જાય એટલે ચાકુની મદદથી ચેક કરી લેવું.
- 4
ખમણ બની ને રેડી થાય ત્યાર પછી ૧૦થી ૧૫ મિનિટ સુધી ઠંડુ પડવા દેવા.
હવે એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ લીમડો અને મરચાના ટુકડા નાખવા. ત્યારબાદ તેમાં 2 કપ પાણી અને ખાંડ નાખી એકદમ ઉકળવા દેવું
હવે ખમણના પીસ કરો. એજ ડબ્બામાં ધીમે ધીમે બધી બાજુ બનાવેલ વઘાર રેડવું. - 5
ધાણા ભાજીથી ગાર્નિશ કરવું.
તૈયાર છે એકદમ જાળીદાર નાયલોન ખમણ
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (9)