દૂધી ડ્રાયફ્રુટ ખીર (Dudhi Dryfruit Kheer Recipe In Gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

ફ્રેન્ડ્સ
આજે અહીં ખીર માટેનું એક અલગ જ રોયલ વર્ઝન બનાવ્યું છે સ્વાદમાં ખુબ જ સરસ છે અહીં દૂધી અને ડ્રાય ફ્રુટ માંથી બનાવેલી ખીર અમે પ્રેઝન્ટ કરી છે જેમાં દુધી એ અત્યારે ઉનાળાની સિઝનમાં ઠંડક આપે છે અને ડ્રાય ફ્રૂટ ના તો હેલ્થ બેનીફીટ્સ ઘણા જ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 લીટરદૂધ
  2. 1 કપજેટલી દુધી ની છીણ
  3. 3/4કપ કપ જેટલી ખાંડ
  4. 4 મોટી ચમચીમીક્ષ ડ્રાયફ્રુટ નો ભૂકો
  5. 1/2 ચમચી એલચીનો પાઉડર
  6. 8 - 10 કેસરના તાંતણા
  7. 1 ચમચીશુદ્ધ ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધીને છાલ ઉતારી છીણ કરી લો

  2. 2

    ત્યાર બાદ એક પેનમાં એક ચમચી ઘી મૂકી દૂધી છીણીને સાંતળી લો

  3. 3

    દુધી થોડી સોતે થાય એટલે તેમાં દૂધ ઉમેરી દો ઉકળવા દો

  4. 4

    દુધીની છીણ ચડી જાય અને દૂધ 1/2 થઈ જાય એટલે ખાંડ અને તેમાં mix dry fruits નો ભૂકો ઇલાયચી પાઉડર ઉમેરી દો માવો તમારી પાસે હાજર હોય તો એ પણ અત્યારે ઉમેરી શકાય છે

  5. 5

    થોડીવાર ઉકળવા દો
    થોડું ઘટ્ટ થાય એટલે સર્વ કરો આ ખિર ને તમે ઠંડી કરીને પછી પણ સર્વ કરી શકાય છે ટેસ્ટમાં માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

Similar Recipes