દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati)

ગુજરાત માં વડોદરા નાં "દુલીરામ નાં પેંડા "પ્રખ્યાત છે. રેસિપી સરળ છે. પણ સમય વધારે લાગે છે. જે ધીરજ વાળું કામ ગણાય.
દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati)
ગુજરાત માં વડોદરા નાં "દુલીરામ નાં પેંડા "પ્રખ્યાત છે. રેસિપી સરળ છે. પણ સમય વધારે લાગે છે. જે ધીરજ વાળું કામ ગણાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધને ગરમ કરવા મૂકવું. એક બોઈલ આવે, એટલે તેમાં લીબું નો રસ ઉમેરતા જવું ને ચમચી થી દૂધ ને હલાવતા જવું. જેથી દૂધ ફાટી જાશે. દૂધ માંથી પનીર અને પાણી છૂટું પડશે.
- 2
એક વાસણ પર મોટી ગળણી મૂકી, તેનાં પર એક સૂતી અથવા પાતળું કાપડ મૂકી. ફાટેલા દૂધને ગાળી લેવું. જેથી પનીર અને પાણી અલગ થઇ જાય. હવે પનીર પર એક ગ્લાસ ચોખ્ખું પાણી રેડવું. જેથી પનીર માંથી લીંબુ ની ખટાશ નીકળી જાય. પનીર ને દબાવવું જેથી વધારાનું પાણી નીકળી જાય.
- 3
ગેસ પર કડાહી મૂકી, તેમાં પનીર ને હલકું શેકવું. હવે પનીર માં શક્કર ભેળવવી. હલાવવું, પાણી બળે, એટલે ઘી મિક્સ કરવું. 1 ચમચી દૂધ નાંખી, દૂધ બળે ત્યાં સુધી શેકવું. હલાવવું, શેકવું, અને દૂધ નાખતા રહેવું. જ્યાં સુધી તેનો રંગ બ્રાઉન નાં થઇ જાય.
- 4
રંગ ચેન્જ થાય એટલે ગેસ થી ઉતારીને ઠંડુ થવા દેવું.
- 5
ઠંડુ પડે એટલે મિક્સર ગ્રાઈન્ડર માં નાંખી ગ્રાઈન્ડ કરી લેવું. જેથી પનીર નાં મોટા મોટા દાણાં હોય તે જીણા પાઉડર માં ફેરવાઈ જાય. આપણને પાઉડર જેવું ટેક્સ્ચર મળે.
- 6
હવે તેને ફરી એજ કડાઈ માં નાંખી, 2-4 મિનિટ પાછું હલાવતા જઈને શેકવું. જો સૂકું લાગે તો ફરી 1 ચમચી દૂધ નાખવું. હવે ઈલાયચી પાઉડર મિક્સ કરવો.
- 7
ગેસ પરથી ઉતારી ને થોડું ઠંડુ થવા દેવું. હથેળી ને ઘી થી ગ્રીસ કરી ને મિક્સર માંથી થોડું મિશ્રણ લઇ, પેંડા વાળવા. આ પેંડા નો કોઈ શેપ હોતો નથી. એટલે ગમે તે શેપ આપી શકાય. હવે પેંડા ને બૂરું ખાંડ માં રગદોળવા. અને પ્લેટ માં મૂકતા જવું.
- 8
તો તૈયાર છે વડોદરા નાં પ્રખ્યાત
"દુલીરામ નાં પેંડા". ખાઓ અને બધાંને ખવડાઓ. 🙂🙂
Keywords
Similar Recipes
More Recipes
























ટિપ્પણીઓ (4)