સ્વીટ ઘુઘરા (Sweet Ghughra Recipe In Gujarati)
ગુજરાત #MA
ઠાકોરજી ના ૫૬ ભોગ નો પ્રસાદ સુપર ક્રીસ્પી કેસર ઈલાયચી ઘુઘરા
સ્વીટ ઘુઘરા (Sweet Ghughra Recipe In Gujarati)
ગુજરાત #MA
ઠાકોરજી ના ૫૬ ભોગ નો પ્રસાદ સુપર ક્રીસ્પી કેસર ઈલાયચી ઘુઘરા
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ૨ ટે.સ્પુન ઘી મૂકી રવો શેકવા માટે ગૅસ ઉપર મૂકો હવે તેને ધીમા તાપે શેકવા નું ચાલુ કરો સેકાવા આવે ગુલાબી કલરનો શેકાય. ત્યારે એક ખુલ્લા વાસણમાં પહોળા વાસણમાં કાઢી લો
- 2
તે જ વાસણમાં કોપરાનું ખમણ ઉમેરી સાધારણ શેકી લો
- 3
તેને જેમાં રવો શેકીને ઠાર્યો છે તે વાસણમાં મિક્સ કરી લો.
- 4
બધું જ મિશ્રણ ઠંડું પડે ત્યાર પછી તેમાં દળેલી ખાંડ., ઈલાયચી પાઉડર 1 ચમચી, જાયફળ પાઉડર ⅙ ચમચી નો છઠ્ઠો ભાગ ઉમેરો. બધું જ બરાબર મિક્ષ કરી લો.
- 5
હવે એક બાઉલમાં મેંદો લો **(કેસર ને એક ટે.સ્પુન દુધ માં રવો શેકાય ત્યારે જ મીક્સ કરી રાખવું.)
તેમાં મૂઠી પડતું ચોખ્ખું ઘી નું મોણ ઉમેરી કેસરવાળા દૂધથી પૂરી જેવો લોટ બાંધો. - 6
હવે નાની પૂરી વણી લો તેમાં રવા નું પુરણ ભરી પૂરી ની કીનારી ઉપર દુધ લગાવી બધા જ ઘુઘરા ભરી લેવા.
** ઘુઘરા ભરાતા જાય તેમ તેમ તે ને એક ભીના કપડા નીચે ઢાંકતા જવા. - 7
એક કડાઈમાં ઘી મૂકી ને તળવા. અ ને ગરમ અથવા ઠંડા સર્વ કરવા.
- 8
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (21)