દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

#EB
Week10
દુધી એટલે એક રીતે જોઈએ તો હેલ્ધી ગણવામાં આવે છે અને ખાસ કરીને એના માંથી બનતા મુઠીયા થેપલા ઘણા ખાવામાં આવે છે આજે મેં અહી દૂધી અને ઓટ્સના થેપલા બનાવ્યા છે.

રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ તો ઓટ્સને મિક્સરની અંદર ડળી લેવાનો છે. પછી તેની અંદર છીણેલી દૂધી તેમજ બધા મસાલા તલ આદુ-લસણની પેસ્ટ મરચાંની પેસ્ટ મીઠું તેલ નાખીને બરાબર મિક્સ કરી લઈને લોટ બાંધી લેવાનો છે લોટ રોટલી કરતા કઠણ અને પૂરી કરતાં થોડો સોફ્ટ બનવાનો છે જેથી કરીને માણવામાં તકલીફ ન થાય.
- 2
ત્યાર પછી મિડિયમ સાઈઝના લુવાવાળી લઈને તમને જે પ્રમાણે જોઈતી હોય તે પ્રમાણે થેપલા વણી લેવાના છે નાની મોટી સાઇઝ તમે નક્કી કરી શકો છો લોટ લેવાની જરૂર લાગે તો લોટ લેવાનો છે. મળવા માટે ત્યાર પછી તેને તેલમાં તળી લેવાના છે અને આ થેપલા તમે ખાઈ શકો છો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)