ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી ને છોલી ને ખમણી થી ખમણી ને માવો કરવો જેથી ગાંઠા ન રહે પછી તેમાં તપકીર નો લોટ અને મીઠું ઉમેરી બરાબર મસળી ને કણક કરી લેવી થોડીવાર ઢાંકી રાખવી
- 2
ત્યારબાદ શીંગદાણા ને શેકી ને ફોતરાં કાઢી ક્રશ કરી લેવા તેમાં કોપરાં નો ભૂકો આદું મરચાં ની પેસ્ટ લીંબુ નો રસ દળેલી ખાંડ મીઠું કાજૂ ના કટકા કિસમિસ બધું મિક્સ કરી નાના ગોળા બનાવી લેવા
- 3
ત્યારબાદ બટાકા ના માવા ના મોટા ગોળા કરી હથેળી માં દાબી ને વચ્ચે સ્ટફિંગ નો ગોળો મુકી બન્ને હાથ થી ગોળ કરી લેવી
- 4
બધી પેટીસ ને મીડીયમ આંચ થી તળી લેવી
- 5
શીંગદાણા મરચાં ની લીલી ચટણી કરવી તેમાં દહીં નાખવું ફરાળી પેટીસ સર્વ કરવી ખૂબ સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15393337














ટિપ્પણીઓ (5)