મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

#DFT
#CookpadIndia
#Cookpadgujarati
ગુજરાતી ઘરોમાં સાતમ આઠમ ની સ્પેશિયલ વાનગી એટલે મોહનથાળ..
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFT
#CookpadIndia
#Cookpadgujarati
ગુજરાતી ઘરોમાં સાતમ આઠમ ની સ્પેશિયલ વાનગી એટલે મોહનથાળ..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા લોટને ચાળીને દૂધ અને ઘી એડ કરી ધ્રાબો આપી 15 મિનિટ રાખી દો.પછી ચારણી વડે ચાળી ગેસ પર જાડા તળિયાવાળા તપેલામાં ઘી મૂકી લોટ એડ કરી મીડીયમ આંચ પર શેકો.બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી 30 મિનિટ સુધી શેકીલો.
- 2
લોટને સતત હલાવતા રહેવું. લોટનો બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી 30 મિનિટ સુધી શેકી લો. ફોટામાં જોઈ શકો છો 30મિનિટ પછી આપણો લોટ શેકાય ગયો છે.હવે ગેસ પર તપેલામાં દળેલી સાકર માં પાણી એડ કરી 1.5 તાર ની ચાસણી તૈયાર કરો.ચાસણી માં જ ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર, અને ફૂડ કલર એડ કરો.
- 3
હવે શેકાયેલા લોટમાં ચાસણી એડ કરી ચોકીને ઘી થી ગ્રીસ કરીને મિશ્રણ પાથરી વાટકી વડે સ્પ્રેટ કરી લો. એકસરખા ચોસલાં પાડી ઉપરથી બદામ, પિસ્તાની કતરણ, વડે ગાર્નીસ કરો.1કલાક રૂમટેમ્પરેચર પર રાખો.
- 4
તૈયાર છે આપણો મોહનથાળ... જમવાની થાળીમાં સર્વ કરો..
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (5)