ચીઝી મસાલા પાવ

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#RB20
#SFR
#cookpadindia
#cookpadgujarati
મસાલા પાવ એ મોઢામાં પાણી લાવે તેવું મસાલેદાર મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે. તે માખણથી ભરેલા લાદી પાવની અંદર મસાલેદાર ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ ,ચીઝ ભરીને બનાવવામાં આવે છે. અમે સ્ટાર્ટર અથવા સાંજના ટી ટાઇમ સ્નેક તરીકે આ સ્વાદિષ્ટ વાનગીનો આનંદ લઈએ છીએ. ઉપરાંત, તમે કહો તે પહેલાં, હા, મસાલા પાવનો સ્વાદ પાવભાજી જેવો છે કારણ કે ઘટકોનો એક ભાગ કાંદા, ટામેટાં, કેપ્સિકમ અને પાવભાજી મસાલા પાઉડર જેવું જ છે. તેમ છતાં, તે અલગ રીતે પીરસવામાં આવે છે.
મારા ઘરમાં તો બધાને ઝટપટ બનતી આ રેસિપી ખૂબ પસંદ છે.આપ પણ ટ્રાય કરશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિય
૩ વ્યક્તિ
  1. 1પેકેટ પાવ
  2. ૩ નંગડુંગળી બારીક સમારેલી
  3. ૨ નંગટામેટાં બારીક સમારેલા
  4. ૧/૨કેપ્સીકમ બારીક સમારેલું
  5. કળી લસણની પેસ્ટ
  6. પ/૬ નંગ ચીઝ ક્યુબ
  7. 2 (3 ચમચી)ચીલી ફ્લેક્સ
  8. ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧ ચમચીધાણાજીરૂ
  11. ૧ ચમચીપાવભાજીનો મસાલો
  12. સ્વાદ અનુસારમીઠું
  13. ૨/૩ ચમચી વઘાર માટે તેલ
  14. જરૂર મુજબ બટર શેકવા માટે
  15. ગાર્નિશિંગ માટે મેયોનીઝ અને ટોમેટો કેચઅપ

રાંધવાની સૂચનાઓ

20 મિનિય
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ મૂકી તેમાં બારીક સમારેલી ડુંગળીને સહેજ ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો.ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ ટામેટાં અને કેપ્સીકમ ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી ધીમા ગેસે ચડવા દો.

  2. 2

    મિશ્રણમાંથી તેલ છૂટું પડે એટલે તેમાં મરચું હળદર ધાણાજીરું પાવભાજીનો મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બે ચમચી પાણી નાખી બરાબર મિક્સ કરી લો અને બે મિનિટ માટે ચઢવા દો.

  3. 3

    હવે પાવમાં વચ્ચેથી કટ કરી તવા પર બટર મૂકી સહેજ શેકી અને તૈયાર કરેલું મિશ્રણ તેમાં લગાવો ત્યારબાદ તેમાં ઉપરથી ચીઝ અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરો.તો તૈયાર છે ગરમાગરમ ચીઝી મસાલા પાવ જેને ઉપરથી મેયોનીઝ અને ટોમેટો કેચઅપ થી ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes