બ્રાઉન રાઈસ (Brown Rice Recipe In Gujarati)

khushbu patel @khushbu_homechef
બ્રાઉન રાઈસ (Brown Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાઈસ પાણી થી ધોઈ ને 2 કપ પાણી નાંખી બાફી લો. બ્રાઉન રાઈસ ને ચડતા થોડી વાર લાગશે.15 મિનિટ થાય એટલે બધું પાણી બળી જાય એટલે બ્રાઉન રાઈસ કૂક થઈ જશે.
- 2
બીજી બાજુ વટાણા, મકાઈ, ગાજર ને તપેલી માં પાણી ગરમ થાય એટલે બાફી લો. 5 મિનિટ માં બફાઈ જશે.
- 3
હવે એક વાસણ માં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરું, હીંગ નાખી કેપ્સીકમ, ટામેટું નાખો બન્ને કૂક થાય પછી મકાઈ, ગાજર, વટાણા બાફીને રાખ્યા તે નાખી મિક્સ કરી લો.મીઠું અને, ધાણાજીરૂ, મરચું પાઉડર નાખી મિક્સ કરી લો.
- 4
હવે તેમાં બ્રાઉન રાઈસ નાખી બરાબર મિક્સ કરી લો 5 મિનિટ માટે કૂક થવા દો. છેલ્લે કોથમીર નાખી સવઁ કરો
- 5
હેલ્ધી અને ટેસ્ટી ડાયેટ માં લઈ શકાય તેવા બ્રાઉન રાઈસ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15498388



ટિપ્પણીઓ (3)