સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ ને ૫ થી ૬ કલાક પલાળો.પછી પાણી નિતારી એમાં આદુ અને લસણ નાખી પીસી નાખો.જરૂર પડે તો થોડું પાણી એડ કરો.
- 2
પછી એક મોટા બાઉલ માં કાઢી એમાં હળદર,હિંગ,લીંબુ ના ફૂલ,મીઠું અને ખાંડ નાખો.૨ મિનિટ રેસ્ટ આપો.ત્યારબાદ તેમાં ઇનો નાખી હલાવો. મિશ્રણ એકદમ ફ્લફી થશે.
- 3
હવે એક ગ્રીસ કરેલી પ્લેટ માં મિશ્રણ નાખો.અને ૧૫ મિનિટ સુધી સ્ટીમ થવા દો.થયેલા ઢોકળા ને ખમણી વડે ખમણી નાખો.
- 4
હવે એક પેન માં થોડું તેલ એડ કરી રાઈ,લીલા મરચા,મીઠું,ખાંડ અને ૪ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી ઉકળવા દો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલું ખમણ એડ કરી સરખી રીતે મિક્સ કરો.
- 5
પછી એક સર્વિંગ બાઉલ માં કાઢી સેવ અને દાડમ ના દાણા થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15768974




ટિપ્પણીઓ (11)