વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)

વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી રાઈસ ને પાણી થી ધોઈ નાંખો અને પાણી માં એક કલાક પલાળી રાખવા.પછી ચોખા માં પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું, તજ,લવિંગ મરી,ઇલાયચી(થોડા ખડા મસાલા રાખવા) નાખી ને કૂક કરવા અને કાણા વાળા વાટકા માં નાખી પાણી કાઢી લો.રાઈસ બહુ કૂક ન કરવા ૮૦% જ કૂક કરવા
- 2
બધાં વેજીટેબલ ને પણ 80% કૂક કરો.લાંબી ડુંગળી કટ કરી છે તેને તેલ મા તળી લો આમ બિરસ્તો(fry onion) કરી લેવો
- 3
1/2 દહીં અને ૨ ચમચી બીરસ્તો મિક્સર માં પીસી ને સ્મૂધ પેસ્ટ બનાવી લો તેને
- 4
એક બાઉલ માં લઇ તેમાં બાકી નું દહીં લો તેમાં આદુ,મરચાં,લસણ ની પેસ્ટ બનાવી થોડી તેમાં એડ કરો,તેમાં બિરીયાની મસાલો હળદર,મરચું,ધાણાજીરુ,સ્વાદ મુજબ મીઠું ઉમેરી તમાં બધા વેજીટેબલ (ડુંગળી,કેપ્સીકમ નહિ)ઉમેરી સાઈડ માં રાખો.
- 5
હવે એક કૂકર પેન માં ઘી અને તેલ લઈ તેમાં જીરું અને બાકી ના ખડા મસાલા આદું,મરચાં લસણ ની પેસ્ટ ઉમેરી તેમાં ડુંગળી,અને કેપ્સીકમ ને સાતળવું.
- 6
હવે તેમાં તૈયાર કરેલ મેરીનેસન ઉમેરો બધું મિક્ષ કરી હલાવી જરૂર મુજબ પાણી ઉમેરી કૂક કરી લો આ વેજીટેબલ વાળા મિશ્રણ માંથી....
- 7
થોડું મિશ્રણ કાઢી લો અને બચેલા મિશ્રણ ઉપર રાઈસ નું લેયર કરી તેની ઉપર બીરસ્તો,કેસર વાળું પાણી,ઘી ઉમેરી ઉપર ફરીથી શાક ના મિશ્રણ નું લેયર કરી ઉપર રાઈસ નું લેયર કરવું.
- 8
હવે ઉપર ઘી,કેસર વાળું પાણી અને બિરસ્ટો ઉમેરી ને ઢાંકી ને ૨ મીનીટ પછી ગેસ બંધ કરવો.
- 9
અડધાં કલાક પછી વેજ બિરિયાની ને દહીં સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (11)