છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)

ખૂબ જ ટેસ્ટી રેસીપી મારા બાળકોની ફેવરેટ
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી રેસીપી મારા બાળકોની ફેવરેટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાને આખી રાત પલાડી રાખો ત્યારબાદ કુકરમાં જરૂર મુજબ પાણી મીઠું અને સોડા નાખી ચારથી પાંચ સીટી વગાડી લો ત્યારબાદ કુકર ને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો
- 2
ત્યારબાદ લોયા માં તેલ ગરમ મૂકી હિંગ જીરુ નાખી કાંદાને ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળો ત્યારબાદ તેમાં બનાવેલી ટમેટાની પ્યૂરી આદુ-મરચા-લસણની પેસ્ટ અને જરૂર મુજબ બધા મસાલા કરી ગ્રામ તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો
- 3
પછી તેમાં બાફેલા ચણા અને કસુરી મેથી નાખી બરાબર મિક્સ કરી લો અને ધીમા ગેસ પર પાંચ મિનિટ માટે થવા દો. તો હવે આપણા છોલે ચણા બનીને તૈયાર છે
- 4
પૂરી બનાવવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી લો ત્યારબાદ તેમાં તેલ મીઠું ખાંડ અને જરૂર મુજબ પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધી લો ત્યારબાદ તેના લુઆ પાડી ને પૂરી વણી લો અને કડાઈમાં તેલ ગરમ મૂકી પૂરીને બંને બાજુથી ગુલાબી રંગની તળી લો
- 5
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ છોલે પૂરી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ (8)