મેથી બાજરા મસાલા ભાખરી (Methi Bajara Masala Bhakhari recipe in Gujarati)

#FFC2
#Week2
#BiscuitBhakhari
#methi
#bajari
#crispy
#healthy
#traditional
#CookpadIndia
#COOKPADGUJRATI
પહેલાના સમયમાં આપણા પૂર્વજો બાજરી નો ઉપયોગ વધુ કરતા હતા.બાજરો ભારતમાં શહેરો કરતા ગામડામાં વધારે ખવાય છે. બાજરાની રોટલી પંજાબ, હરિયાણા તથા બિહાર જેવા રાજ્યોમાં વધારે ખવાય છે. ગુજરાતની વાત કરીએ તો અહીં બાજરીના રોટલા બનાવવામાં આવે છે. અહીં મેં બાજરી અને મેથીનો ઉપયોગ કરીને ક્રિસ્પી બિસ્કીટ ભાખરી તૈયાર કરી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે સાથે સાથે ખૂબ જ ગુણકારી છે અને તેને તમે વધુ દિવસ સુધી સાચવી પણ શકો છો આથી જ્યારે ટ્રાવેલિંગ માટે બહાર જતા હોઈએ ત્યારે આવી ભાખરી બનાવીને સાથે લીધી હોય તો ખૂબ સારું પડે છે.
બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખુબ જ ઉપયોગી છે. જે કબજિયાત, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાડકા ની સમસ્યા, વજન ઘટાડવા માટે, પ્રસૂતિ દરમિયાન વગેરેમાં ખૂબ જ ફાયદાકારક છે.
આ ઉપરાંત શિયાળામાં મળતી તાજી લીલી મેથી ની ભાજી પણ ખૂબ જ ગુણકારી છે જે પાચનતંત્રથી લઈને મેથીની ભાજી એનિમિયા, ડેન્ડ્રફ, શ્વસનતંત્રના રોગો, સ્કિન, હૃદય અને વાળ માટે પણ લાભકારી છે. મેથીની ભાજીની તાસીર ગરમ હોય છે. જેથી શિયાળામાં ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે. મેથીમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જે આ સિઝનમાં થતાં સાંધાઓના દર્દને દૂર કરવામાં મદદ

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ઘી સીવાય ની બધી સામગ્રી ભેગી કરીને બરાબર મિક્સ કરી લો. પછી થોડું થોડું પાણી ઉમેરીને કઠણ કણક તૈયાર કરી લો.
- 2
1 ચમચી ઘી ઉમેરી ને કણેક ને બરાબર મસળી લો. તેમાં થી એકસરખા લુઆ બનાવી ભાખરી વણી લો
- 3
હવે ગરમ તવા ઉપર ભાખરી ને ધીમા તાપે બંને તરફ લાલાશ પડતી થાય એટલે નેપકીન (મસોતા) ની મદદ થી ફોટા માં બતાવ્યાં મુજબ ઘસી ને શેકી લો. અને ગરમા ગરમ ભાખરી પર ઘી લગાવી લો.
- 4
આજ રીતે બધી ભાખરી ક્રિસ્પી થાય એ રીતે શેકી લો.
- 5
અહીં મેં મેથી બાજરા ની મસાલા ભાખરી ને વઘારેલી છાશ, લાલ મરચાં નું અથાણું અને કાળી દ્રાક્ષ ના અથાણાં સાથે સર્વ કરેલ છે.
Top Search in
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (13)