મટકા મલાઈ ખિર (Matka Malai Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખાને ત્રણથી ચાર પાણીથી ધોઈ ૩ થી ૪ કલાક પલાળી રાખવા હવે એક કડાઈમાં દૂધ લઇ નવશેકુ ગરમ થાય એટલે તેમાં પલાળેલા ચોખા ઉમેરવા
- 2
હવે મીડીયમ તાપે હલાવતા રહેવું દૂધ પર જે મલાઈl થાય તેને મિક્સ કરી હલાવતા રહેવું જ્યાં સુધી ચોખા ચડી ન જાય ત્યાં સુધી મીડીયમ તાપર ઉકાળવું
- 3
ચોખા ચઢી જાય અને દૂધ ઘટ્ટ થવા માંડે ત્યારબાદ તેમાં દૂધમાં પલાળેલું કેસર ઉમેરવું હવે ગેસ ની ફલેમ બંધ કરવી ત્યારબાદ બીજી કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં કાજુ બદામ ઉમેરી મિક્સ કરી ખીર પર વઘાર કરવો.
- 4
હવે આ તૈયાર થયેલ ખીર ને થોડી ઠંડી થવા દેવી ત્યારબાદ મટકા માં લઇ કાજુ બદામ પિસ્તા થી ગાર્નીશ કરી બેથી ત્રણ કલાક ફ્રીજમાં રાખી સર્વ કરવી તો તૈયાર છે આપણી મટકા મલાઈ ખીર મટકા માં રાખવાથી ખીર નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16046882







ટિપ્પણીઓ (3)