લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)

લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટાં તપેલામાં ચોખા, અને ત્રણેય દાળને સરસ ધોઈને રાતે પાણીમાં પલાળી દેવી. મીન્સ તેને સાત થી આઠ કલાક પાણીમાં પલાળી રાખવી જરૂરી છે.
- 2
હવે સાત થી આઠ કલાક થઈ જાય એટલે દાળને 2 વાર પાણીથી ધોઈ ને થોડી થોડી મિક્સર જારમાં લઈને પીસવી. પીસતી વખતે તેમાં 2 ચમચી જેટલું દહીં નાખતું જવું.
- 3
હવે ધીમે ધીમે કરીને બધું પીસી લેવું. તેનું ખીરું એકદમ લિશું ન કરવું, તેને થોડું કરકરું રાખવું.
- 4
હવે ખીરાની ઉપર સરખું ફીટ ઢાંકણ ઢાંકી ને કોઈ ગરમ જગ્યા એ મૂકી દો.
- 5
તેને 6- 7 કલાક આથો આવવા દેવાનો.
- 6
7 કલાક થઈ જાય એટલે ખીરુ ચેક કરો. તેમાં બબ્બલસ દેખાશે. હવે તેમાં 2 મુઠી જેટલી ચણાની દાળ પલાળેલી હતી એ, હળદર, સ્વાદ અનુસાર મીઠું, મરચાં, ઉમેરી સરખું મિક્સ કરી લેવું.
- 7
થોડું ગરમ પાણી એડ કરવું. ખીરું બવ પાતળું નહિ અને જાડું પણ નહિ એવું રાખવું.
- 8
હવે તેમાં ઈનો ઉમેરી તેની ઉપર બે ચમચી તેલ ઉમેરી દો.
- 9
અને ખીરાને એકદમ એક જ દિશામાં હલાવો.
- 10
હવે ગેસ ચાલું કરી ઢોકડિયું મૂકો. તેમાં 2 ગ્લાસ પાણી ઉમેરી ગરમ કરો.
- 11
હવે ઢોકળાની થાળી, અને વાટકી હસે તેમાં આખા માં તેલ ચોપડી દો.
- 12
હવે તેમાં 2 ચમચા જેટલું ખીરું ઉમેરી પાથરી દેવું.
- 13
વાટકી હોય તેમાં થોડુંક ઓછું નાખવું.
- 14
હવે તેની ઉપર મરચું પાઉડર અને કોથમીર ભભરાવો.
- 15
હવે તેની ઉપર ઢાંકણ ઢાંકી દો. હવા જવી જોઈએ નહીં.
- 16
10 મિનિટ પછી ચાકુ વડે ઢોકળાં ચેક કરો. જો ચાકુ ચોખો આવે તો ઢોકળાં થઈ ગયા છે.
- 17
હવે ગેસ બંધ કરી ઢોકળાને બહાર કાઢી લો. તેની ઉપર નાના નાના ચોરસ આકા પાડી તવિથા વડે બહાર કાઢી લો. બધાં ઢોકળાં આવી રીતે કરી લો.
- 18
તો તૈયાર છે હવે આપણાં લાઈવ ઢોકળાં....
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ