ફ્રેન્કી (Frankie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બેઝ બનાવ માટે બેય લોટ ને ભેગા કરી એમાં મોણ અને મીઠું નાખી રોટલી જેટલો નરમ લોટ બાંધી 10-15 મિનિટ રેસ્ટ આપો
- 2
બટાકા ને બાફી લો.ટીકી બનાવા માટે 1 વાટકી માં બધા મસાલા મિક્સ કરો. નોન સ્ટિક માં 1 ચમચી તેલ મૂકી આદુ મરચા ની પેસ્ટ ને સાંતળી લો.હવે વાટકી માં મિક્સ કરેલા બધા મસાલા નાખી 2 મિનિટ હલાવતા રહો.
- 3
પછી તેમાં બટાકા નો છૂંદો કરી નાખી અને મેસ કરી લો.અને રોટલી ની સાઈઝ ની લાંબી ટીકી બનાવી લો.
- 4
સલાડ માટે બધા વેજિટેબલ મિક્સ કરી એમાં માયોનિસ અને મારી પાઉડર અને સંચર મિક્સ કરી હલાવી અને મૂકી દો
- 5
રોટલી થી થોડું મોટું ગોરનું લઇ રોટલી વડી લો.તેને નોન સ્ટિક માં બેય સાઈડ થોડી સેકી લો.પૂરી સેકવી નઈ બધી રોટલી 1/2સેકી લેવી એક સાથે.
- 6
હવે રોટલી ને પૂરી સેકી લો અને ટીકી ને પણ સેજ તેલ મૂકી નોન સ્ટિક માં સેકી લો.અને ઉપર થી કેચપ લગાવો.
- 7
ગેસ પર થી ઉતારી રોટલી પર શેકેલી ટીકી મૂકી માયોનિસ સલાડ મૂકી અને ચીઝ ખમણી લો.ગરમા ગરમ ફ્રેન્કી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (4)