ઢોકળા અને રસ

ઢોકળા અને રસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઢોકળા બનાવવા માટે ખીરું તૈયાર કરો. 3 વાટકી ચોખા અને 1/2વાટકી મગની મોગરી દાળ, તુવેર ની દાળ, ચપટી અડદ ની દાળ, ચપટી ચણા ની દાળ. આ બધું ધોઈને પ્લાળવું. હવે તેને 5 થી 6 કલાક પલાળો. હવે તેને મિક્ષર મા પીસી લો. હવે તેમાં મીઠું, વાટેલા આદુ ને મરચા નાખીને મિક્સ કરીને હલાવી દો. હવે તેમાં વઘાર માટે તેલ મુકો. તેમાં રાઈ અને તલ નાખીને તતળવા દો. તેમાં ચપટી હિંગ પણ નાખવી. હવે આ વઘાર ઢોકળા ના ખીરા માં નાખી દો. પછી તેને હલાવી દો.
- 2
હવે એક ઢોકળીયા માં તેલ મૂકીને ખીરું પાથરીને તેને 29 મિનિટ સુધી સ્ટીમ થવા દો. એવી રીતે બધાજ ઢોકળા ઉતારી દો. હવે એક તાવડી માં તેલ મૂકીને તેમાં રાઈ, તલ ને હિંગ ને તતળવા દો. પછી તેમાં ઢોકળા નાખીને હલાવી દો. તો તૈયાર છે ઢોકળા.
- 3
હવે રસ બનાવતી વખતે 4 થી 5 નંગ કેરી ને ધોઈ લો. હવે તેને મિક્ષર માં કપૂર્યા કરીને તેમાં ખાંડ અને પાણી નાખીને મિક્ષર ને ગ્રાઈન્ડ કરી લો. હવે તેને એક કાચના બાઉલ માં કાઢો. તો તૈયાર છે કેરી નો રસ.
- 4
રસ ની સીઝન માં ઢોકળા ખાવાની મજા આવે છે. તો તૈયાર છે ઢોકળા અને રસ.
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ (6)