રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ક્રેક કરો. ત્યારબાદ તેમાં અડદની દાળ, લીમડી,સૂકું લાલ મરચું,હિંગ નાખી મિક્સ કરો. ત્યારબાદ તેમાં ડુંગળી, લીલા મરચાં આદું નાખી બેથી ત્રણ મિનિટ સુધી સાંતળો.
- 2
હવે તેમાં રવો એડ કરો ધીમા તાપે ચારથી પાંચ મિનિટ સુધી સરસ ફ્લેવર આવે ત્યાં સુધી શેકો. હવે તેમાં લીલા વટાણા, ગાજરનું છીણ, રેડ કેપ્સિકમ,મીઠું એડ કરો. એક મિનિટ માટે તેને પણ રવા સાથે મિક્સ કરી લો. હવે તેમાં એક કપ ગરમ પાણી નાખો અને મિક્સ કરો. બિલકુલ ધીમા તાપે પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. ત્યારબાદ તેમાં લીલા ધાણા મિક્સ કરો. ગરમા ગરમ ઉપમા સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16325855









ટિપ્પણીઓ