મકાઈ નો ચેવડો

Richa Shahpatel @Richa_Shahpatel
મકાઈ નો ચેવડો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ને છોલી લો. હવે તેને છીણી થી છીણી લેવું. હવે એક તાવડી માં તેલ મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરું નાખવું. તેમાં ચપટી હિંગ પણ નાખવી. હવે છીણેલી મકાઈ નાખી દો. તેમાં મીઠું પણ નાખવું. હવે તેને હલાવી દો. હવે તેને 5 થી 10 મિનિટ ચઢવા દેવું. બીજા ગેસ પર પાણી ગરમ મૂકવું. હવે ટેક છૂટું પડે એટલે પાણી ઉમેરવું. હવે ફરીથી તેને હલાવવું. પાણી નો બધોજ ભાગ બારી જાય ને તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવવું.
- 2
હવે તેમાં વાટેલા આદુ મરચા, તજ લવીંગ નો પાઉડર, હળદર ને લાલ મરચું નાખીને હલાવો. હવે તેમાં કાજુ ને દ્રાક્ષ પણ નાખવી. તો તૈયાર છે મકાઈ નો ચેવડો. આ ચેવડો ગરમ ગરમ ખાવાની મજા આવે છે. તેને એક બાઉલ માં કોથમીર નાખીને સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
- ફ્રેશ મકાઈ ના ઢોકળા (Fresh Makai Dhokla Recipe In Gujarati)
- પનીર વડા જૈન (Paneer Vada Jain Recipe In Gujarati)
- સોલ્ટી શીંગ (Salty Shing Recipe In Gujarati)
- પનીર લીલા ચણા કોફતા કરી જૈન (Paneer Green Cheakpea Kofta Curry Jain Recipe In Gujarati)
- ચીઝી પાસ્તા લૉલીપોપ (Cheesy Pasta Lolipop Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16408890



ટિપ્પણીઓ