હક્કા નૂડલ્સ વિથ મંચુરિયન (Hakka Noodles With Manchurian Recipe In Gujarati)

#ATW1
#TheChefStory
સામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડ દરેક લોકોને ભાવતું હોય છે અને નાના મોટા મોજથી ખાતા હોય છે સ્ટ્રીટ ફૂડમાં ખાસ કરીને સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ખૂબ જ ફેમસ છે
આજે આપણે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીશું અને તેમાં ટેસ્ટ પણ ઉમેરીશું મારા ઘરમાં અમે આ રીતે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીએ છીએ.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ને બે ગ્લાસ ગરમ પાણી મૂકી નૂડલ્સ ને મીઠું અને એક ચમચી તેલ મૂકી ચડવા દો અને પછી ચારણી માં કાઢી લો.
- 2
ગાજર,કોબી, ડુંગળી ઝીણા લાંબાં સમારી લો,આદુ મરચા લસણ ની પેસ્ટ બનાવી લો.એક આ બધું થોડું થોડું એક વાસન માં કાઢી લો બાકી નું એક બીજા વાસણ મા લો અને તેમાં મેંદા નો લોટ અને મીઠું ગ્રીન ચીલી સોસ,રેડ ચીલી સોસ,અને સોયા સોસ નાખી ભજીયા ના ખીરા થી જાડું રાખી મંચુરિયન માટે તૈયાર કરો
- 3
એક કઢાઈ માં તેલ મૂકી પાણી વાળો હાથ કરી નાના નાના ગોળ મંચુરિયન ધીમા તાપે તળી લો
- 4
હવે એક કઢાઈ માં તેલ મૂકી તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ અને અલગ વાસણ ના ઝીણા લાંબાં સમારી રાખેલા શાક નાખી બધા સોસ નાખી સ્વાદ મુજબ મીઠું નાખીને તેમાં નૂડલ્સ નાખી મિક્સ કરી સાથે મંચુરિયન સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)