રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેકાની બાફી લેવા બટેકા ઠંડા પડે પછી તેની છાલ કાઢી બટેકાનો માવો કરો
- 2
હવે બટેકાના માવા માં બધા મસાલા એડ કરો ધાણાજીરૂ હળદર ગરમ મસાલો મીઠું લીલા મરચા અને ધાણા જીણા કટ કરેલા એડ કરો મીઠું એડ કરો આ બધું બરાબર મિક્સ કરી તેમાંથી નાની નાની ગોળ બોલ બનાવો
- 3
આપણે ચણાના લોટનું ખીરું તૈયાર કરીશુ ચણાના લોટની અંદર ચપટી હળદર મીઠું અને સામાન્ય મરચું પાઉડર અને મીઠું નાખી પાણી વળે ખીરું તૈયાર કરો
- 4
હવે બટાકા વડા તળવા હોય તે સમયે ચણાના લોટના ખીરામાં ચપટી સોડા અને બે ચમચી તેલ નાખી બધું મિક્સ કરો ફેટી લો બેસનના ખીરામાં બટાકાની ગોળીઓ નાખી ગરમ તેલમાં મધ્યમ તાપે તણી લો
- 5
આ બટેકા વડાને પાવમાં મૂકી વડાપાઉં બનાવીએ તો સૌ પ્રથમ પાઉંમાં લીલી ચટણી લગાવવી પછી તેની ઉપર લસણની સૂકી ચટણી લગાવી હવે તેની અંદર વડુ મૂકી પાવને બંધ કરો આ વડા પાવને તમે શેક્યા વગર પણ ખાઈ શકો છો શેકીને પણ ખાઈ શકો છો તેને ટોમેટા કેચઅપ સાથે અને ગ્રીન ચટણી સાથે ખાઈ શકાય છે
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ