બુંદી ના લચકા લાડુ (Boondi Lachka Ladoo Recipe In Gujarati)

Sushma vyas @sushfood
બુંદી ના લચકા લાડુ (Boondi Lachka Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા ૧ ૧/૨ ખાંડ નાખી તેમાં ૧ કપ પાણી ઉમેરી ઉકાળવું.ચાસણી એક તાર ની કરવાની,ચાસણી માં કેસર નાખવાથી બુંદી નો કલર સરસ આવે છે. ઓરેન્જ કલર પણ નખાય.ઈલાયચી નો ભૂકો નાખવો.
- 2
લોટ મા પાણી નાખી રબડી જેવું ખીરું બનાવવું.તેમાં ચપટી સોડા રાખી બરાબર હલાવી લેવું.
- 3
એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકવું.તેલ ગરમ થાય એટલે ગરમ તેલ ની કડાઈ ઉપર ઝારો રાખી ખીરું ધીમે ધીમે રેડવું એટલે નીચે બુંદી પડશે.
- 4
બુંદી ને તળી ચાસણી માં રાખવી.બુંદી ચાસણી ચૂસી લે એટલે એક મોટા બાઉલ મા કાઢી તેમાં બદામ ની કાતરી,ઈલાયચી,દ્રાક્ષ નાખી લાડુ વાળવા.
- 5
ઉપર બદામ ની કતરી નાખી સજાવી પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16484565





ટિપ્પણીઓ