વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ માં તેલ મૂકી તે ગરમ થાય એટલે તેમાં બધા શાક ઉમેરી ને થોડા સાંતળી લેવા.
- 2
સંતળાઈ જાય એટલે તેમાં બાફેલાં બટાકા ને મેશ કરી તેમાં ઉમેરી બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
- 3
મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે તેના લંબગોળ રોલ્સ વાળી ને shallow fry કરી લેવા.
- 4
ઘઉં નો લોટ માં તેલ નું મોણ નાખી લોટ બાંધી લેવો. લુવા કરી ને મોટી રોટલી વણી અને કાચી પાકી કરી લેવી.
- 5
જ્યારે સર્વ કરવી હોય ત્યારે રોટલી પર કેચઅપ લગાવી રોલ્સ મૂકી ઉપર થી કાંદા અને ફ્રેન્કી મસાલો ભભરાવી ફોલ્ડ કરીને ટોમેટો કેચઅપ સાથે આપી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16522993












ટિપ્પણીઓ (5)