દાલ બુખારા (Dal Bukhara Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#DR
#cookpadgujarati
#cookpadindia
#cookpad
દાલ બુખારા એક ક્લાસિક પંજાબી સ્ટાઇલ ની ગ્રેવીવાળી દાળ છે. આ દાળ બનાવવા માટે આખા કાળા અડદનો ઉપયોગ કરવામાં આવે છે. આ અડદમાં પ્રોટીન ઘણા સારા પ્રમાણમાં હોય છે. આ દાલ બુખારામાં ફ્રેશ ક્રીમ અને માખણને પણ ઉમેરવામાં આવે છે જે આ દાલને એક ક્રીમી અને સિલ્કી ટેક્સચર આપે છે. દાલ બુખારાનો સ્વાદ પંજાબી દાલ મખનીને થોડો મળતો આવે છે. દાલ બુખારાને રોટી અથવા રાઈસ સાથે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
4 વ્યક્તિ માટે
  1. 1 કપઆખા કાળા અડદ
  2. 1/4 Tspહળદર
  3. 1 Tspમીઠું
  4. 2 Tbspઘી
  5. 1 Tbspતેલ
  6. 1 Tspજીરુ
  7. 1/4 કપસમારેલી ડુંગળી
  8. 1 Tbspખમણેલું લસણ
  9. 1/2 Tspખમણેલું આદુ
  10. 1 કપટોમેટો પ્યુરી
  11. 1 Tbspલાલ મરચું પાઉડર
  12. 1 Tbspધાણાજીરૂ
  13. 1/2 Tspહળદર
  14. 1 Tspગરમ મસાલો
  15. 1 Tspકસૂરી મેથી
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. 2 Tbspફ્રેશ ક્રીમ
  18. 2 Tbspફ્રેશ માખણ
  19. ગાર્નિશિંગ માટે લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    આખા કાળા અડદને ચોખ્ખા પાણીથી ધોઈ પાંચ થી છ કલાક માટે પાણીમાં પલાળી રાખવાના છે. ત્યાર બાદ આ અડદમાં હળદર અને મીઠું ઉમેરી કુકરમાં પાંચ થી છ વિસલ વગાડી બાફી લેવાના છે.

  2. 2

    એક કડાઈમાં ઘી તેલ મિક્સ માં ગરમ કરી તેમાં જીરું, સમારેલી ડુંગળી, ખમણેલું લસણ અને ખમણેલું આદુ ઉમેરી તેને બરાબર રીતે સાતળી લેવાનું છે.

  3. 3
  4. 4

    હવે તેમાં ટમેટાની પ્યુરી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી બે મિનિટ માટે કુક થવા દેવાનું છે.

  5. 5

    બધા જ મસાલા ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાના છે.

  6. 6

    બાફીને તૈયાર કરેલા અડદ ઉમેરી તેને પણ બરાબર રીતે મિક્સ કરવાના છે.

  7. 7

    ફ્રેશ ક્રીમ અને ફ્રેશ માખણ ઉમેરી તેને પણ બરાબર રીતે મિક્સ કરી તેમાં કસૂરી મેથી અને ગરમ મસાલો ઉમેરવાનો છે.

  8. 8

    જેથી દાલ બુખારા સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.

  9. 9

    મેં આ દાલ બુખારાને રાઈસ અને છાસ સાથે સર્વ કર્યા છે.

  10. 10
  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes