ગ્રીલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોથમીર,આદું,મરચા,લીંબુ,શીંગદાણા,મીઠું બધુ મિક્સ કરી મિક્સર મા ચટણી બનાવવી.
- 2
ત્યારબાદ કોબી,ગાજર ખમણવા તથા કેપ્સીકમ અને ડુંગળી ઝીણા સમરવા.બધુ મિક્સ કરીને તેમાં 1 ચમચી ઓરેગાનો,1 ચમચી ચીલી ફ્લેક્સ,4 ચમચી મેયોનીઝ,સ્વાદ અનુસાર મીઠું નાખી બધુ મિક્સ કરી દેવું.
- 3
બ્રેડ પર બટર લગાવીને ગ્રીન ચટણી લગાવવી.પછી મિક્સ કરેલું વેજીટેબલ બ્રેડ પર લગાવવું અને ઉપર જરૂર પ્રમાણે ચીઝ ખમણવું,અને બીજી બ્રેડ મા બટર અને ગ્રીન ચટણી લગાવીને ઉપર ઉંધી મુકી દેવી.અને ગ્રીલ ટૉસ્ટર મા બટર લગાવીને શેકી લેવી.ઍક વાર જરૂર ટ્રાય કરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16550724







ટિપ્પણીઓ (4)