ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)

આ વાનગી મારી મમ્મી પાસેથી શીખી છુ, જ્યારથી હુ રસોઈ કરતા શીખી.કોઈપણ સીઝન મા પરંતુ ખાસ કરીને શિયાળામા ખવાય છે.કૂકપેડ સાથેની ઓળખાણ આ રેસીપી થી થઈ...તો આ જ રેસીપી તમારી સમક્ષ મૂકી છુ.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ મા ઘી ગરમ કરવા મૂકો.ઘી ગરમ થાય પછી એમા લોટ ઉમેરો.એને ધીમા તાપ પર શેકાવા દો.થોડીવાર બાદ તાપમાન વધારીને એકદમ હલાવતા રહો,જેથી લોટ આકરો ના થાય અનેલાલ પડતો પણ શેકાય
- 2
લાલ પડતો લોટ શેકાય એટલે એમા ૨ ચમચી જેટલુ ટોપરાનુ છીણ અને 1/2 ચમચી સૂંઠ પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો...
- 3
અંતે એમા માપ થી લીધેલ ગોળ ઉમેરી..ગેસ બંધ કરી મિશ્રણ ને એકદમ હલાવો. પછીથી એક થાળી મા બરોબર ઢાળી તેના પર બાકી રહેલ ટોપરાનુ છીણ છાટવુ,ગરમ હોય ત્યારે જ કાપા પાડી લેવા
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)