લસુની પાલક પનીર (Lasuni Palak Paneer Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

#BR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામપનીર
  2. 1 કપપાલક ની પ્યુરી
  3. મીઠું જરૂર મુજબ
  4. 2 નંગડુંગળી સમારેલી
  5. 1 નંગટામેટું સમારેલું
  6. 1/2 ટી સ્પૂનખાંડ
  7. 2 ટેબલ સ્પૂનતેલ
  8. 1ક્યુબ બટર
  9. 1 ટેબલ સ્પૂનધાણાજીરું પાઉડર
  10. 1/2 ટી સ્પૂનજીરું પાઉડર
  11. 1/2 ટી સ્પૂનજીરું
  12. 2 નંગસૂકા લાલ મરચાં
  13. 2 ટેબલ સ્પૂનફ્રેશ ક્રીમ
  14. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  15. 1 ટી સ્પૂનકસુરી મેથી
  16. 3 ટી સ્પૂનસમારેલું લસણ
  17. 2 ટી સ્પૂનસમારેલું લીલું મરચું
  18. 1 ટી સ્પૂનઆદુ-લસણની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પેનમાં તેલ અને બટર લઈ તેમાં પનીર નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવું. હવે પનીર કાઢી લો.

  2. 2

    હવે ફ્રાય કરેલા તેલ માં સૂકા લાલ મરચા અને જીરું નાખી સમારેલું લસણ, સમારેલી ડુંગળી નાખી બ્રાઉન થાય ત્યાં સુધી સાતળો.

  3. 3

    હવે સમારેલું લીલું મરચું અને આદું -લસણની પેસ્ટ નાખી મિક્સ કરી લેવું.
    હવે મીઠું,સમારેલા ટામેટા નાખી નરમ થવા દો અને થોડું પાણી રેડો.

  4. 4

    ત્યાર પછી ધાણાજીરું અને જીરું પાઉડર ઉમેરી મિક્સ કરો. હવે પાલકની પ્યુરી ઉમેરી મિક્સ કરો અને 5-6 મિનિટ સુધી ઢાંકીને થવા દો.

  5. 5

    હવે પાણી, ખાંડ, સેલો ફ્રાય કરેલું પનીર,કસૂરી મેથી, ગરમ મસાલો, બટર અને ફ્રેશ ક્રીમ ઉમેરી મિક્સ કરી લો.

  6. 6

    હવે પેનમાં તેલ લઈ સમારેલું લસણ, આખું મરચું પાઉડર અને લાલ મરચું પાઉડર નો વઘાર કરી લો.
    રેડી છે સ્વાદિષ્ટ લસુની પાલક પનીર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes