લાઈવ ઢોકળા ડોનટસ (Live Dhokla Doughnuts Recipe In Gujarati)

#Week1
#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#STARTER
#cookpad
#cookpadindia
#cookpadgujarati
અત્યારના જનરેશનના બાળકો કોઈ વિસરાતી વાનગી ખાવા તૈયાર નથી. લગ્ન પ્રસંગમાં કે અન્ય પ્રસંગમાં તેઓ ફાસ્ટ ફૂડ જ શોધતા હોય છે. ત્યારે બાળકોને પૌષ્ટિક વાનગીઓ ખવડાવવી કેવી રીતે? તો ઢોકળા ના જ બધા ઇન્ગ્રેડિયન્ટ માં થોડો ઉમેરો કરી અને લાઈવ ઢોકળા ડોનેટ્સ બનાવ્યા છે. બાળકો હોંશે હોંશે અને માગીને ખાસે.

રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી : સૌપ્રથમ લોટમાં દહીં અને ગરમ પાણી નાખી અને બરાબર મિક્સ કરી લઈ તેમાં મેથીના દાણા એડ કરો. ફરીથી મિક્સ કરી લઈ અને ચાર કલાક માટે ઢાંકીને મૂકી રાખો. હવે ચાર કલાક બાદ સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ વેજીટેબલ્સ ને ચોપ કરી અને આ ખીરામાં નાખો.
- 2
સામગ્રીમાં દર્શાવેલ અન્ય મસાલા તથા મીઠું પણ એડ કરો. એક વઘારીયામાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હળદર અને હિંગ નાખી આ વઘાર ખીરામાં નાખી દો. બધું જ બરાબર મિક્સ કરો અને છેલ્લે ઈનો નાખી ફરીથી મિક્સ કરી લો.
- 3
હવે એક કડાઈ અથવા પહોળા વાસણમાં સ્ટીમરમાં પાણી ગરમ મૂકો. તેની ઉપર પ્લેટ મૂકો અને એક ડીશ મૂકો. હવે ડોનેટ્સનો શેપ આપવા માટે મોલ્ડમાં તેલથી ગ્રીસ કરો.તેમાં તૈયાર કરેલ ખીરુ નાખો અને સ્ટીમ કરી લો. સાતથી આઠ મિનિટમાં સ્ટીમ થઈ જશે.
- 4
તૈયાર છે લાઈવ ઢોકળા ડોનટસ, સર્વ કરો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (12)