પનીર મખની દમ બિરયાની (Paneer Makhani Dum Biryani Recipe In Gujarati)

બિરયાની એ એક ફ્લેવર ફુલ ડિશ હોય છે બિરયાની ઘણા અલગ અલગ પ્રકારે બનાવી શકાય આજે મેં પંજાબી સ્ટાઇલ પનીર મખની દમ બિરયાની બનાવી છે આ બિરયાની માં વસંતના મસાલા ઉમેરવાથી તેનો સ્વાદ અનેક ગણો વધી ગયો છે
#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#cookpadindia
#cookpadgujrati
પનીર મખની દમ બિરયાની (Paneer Makhani Dum Biryani Recipe In Gujarati)
બિરયાની એ એક ફ્લેવર ફુલ ડિશ હોય છે બિરયાની ઘણા અલગ અલગ પ્રકારે બનાવી શકાય આજે મેં પંજાબી સ્ટાઇલ પનીર મખની દમ બિરયાની બનાવી છે આ બિરયાની માં વસંતના મસાલા ઉમેરવાથી તેનો સ્વાદ અનેક ગણો વધી ગયો છે
#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#cookpadindia
#cookpadgujrati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખાને ધોઈને 20 મિનિટ માટે પલાળી રાખો. પછી પાણી ગરમ કરવા મૂકવું પાણી ઉકળે ત્યારે તેમાં તમાલપત્ર લવિંગ તજ લવિંગ ઈલાયચી ઘી કોથમીર ફુદીનો મીઠું ઉમેરો પછી તેમાં પલાળેલા ચોખા પાણી નિતારી અને લીંબુનો રસ નાખીને ચોખાને 80% કુક કરી નિતારી લો
- 2
ડુંગળી અને ટામેટાની સમારી લો કાજુ અને મગજતરી ના બીજ ને ધોઈને પાંચ મિનિટ માટે પલાળી દો હવે કડાઈ લઈને તેમાં સમારેલા ડુંગળી ટામેટા લસણ આદુ કાજુ અને મગજતરીના બીજ લઈને બે થી ત્રણ મિનિટ માટે સાંતળો
- 3
પછી તેમાં લાલ મરચું વસંત નો ગરમ મસાલો વસંતનો કિચન કિંગ મસાલો હળદર મીઠું નાખીને બે મિનિટ માટે સાંતળીને 1/2 કપ પાણી એડ કરી દો પછી તેને પાંચથી સાત મિનિટ માટે મીડીયમ ફ્લેમ પર કુક કરો. ઠંડુ થઈ ગયા પછી તેને પીસી લો પનીર ના પીસ કરી લો
- 4
હવે કડાઈમાં ઘી અને તેલ ગરમ કરો પછી તેમાં 1 ચમચીજીરું અને સમારેલી ડુંગળી નાખીને ડુંગળીને સાંતળી લો પછી તેમાં તૈયાર કરેલી ગ્રેવી નાખીને મિક્સ કરો ગ્રેવીને પાંચ મિનિટ માટે ધીમા તાપે કુક કરો
- 5
પછી તેમાં કસૂરી મેથી પનીરના પીસ અને 1 ચમચીમલાઈ નાખી મિક્સ કરીને ગેસ બંધ કરી લો એસેમ્બલ કરવા માટે ડુંગળીને સ્લાઈસમાં કટ કરીને તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
- 6
એસેમ્બલ કરવા માટે કઢાઈ લઈ તેમાં 1 ચમચીઘી લગાવી દો. પછી તેમાં તૈયાર કરેલ પનીર મખની ની નું લેયર કરો પછી તેમાં ઓસાવેલા ભાતનું લેયર કરો પછી તેની ઉપર ઝીણી સમારેલી કોથમીર ફુદીનો અને તળેલી ડુંગળી ભભરાવો
- 7
આ પ્રોસેસને ફરીથી એકવાર રીપીટ કરો પછી તેની ઉપર 1 ચમચીઘી એડ કરો
- 8
હવે કડાઈને ઢાંકીને બાંધેલા લોટ લગાવીને તેને બંધ કરી લો હવે તેને તવા ઉપર ધીમા તાપે 10 થી 15 મિનિટ માટે થવા દો પછી ગેસ બંધ કરી લો પછી કોલસાને ગેસની ફ્લેમ પર પર ગરમ કરી લો પછી તને એક વાટકીમાં લઈ તેની ઉપર બે ત્રણ ટીપા ઘીના નાખીને તે વાટકીને તૈયાર કરેલ બિરયાની પણ મૂકી ઢાંકણ ઢાંકી દો
- 9
સર્વ કરવા માટે તૈયાર છે વસંત મસાલા સ્પેશિયલ રેસીપી પનીર મખની દમ બિરયાની
Similar Recipes
More Recipes

























ટિપ્પણીઓ (13)