સ્વીટ પોટેટો બફવડા (Sweet Potato Buff Vada Recipe In Gujarati)

#FR
ઉપવાસ હોય ત્યારે રોજ એક નું એક ફરાળી રેસિપી ખાઈ ને બોર થઈ જવાય છે તો આજે મે સ્વીટ પોટેટો બફ વડા બનાવિયા છે બટાકા ના બફ વડા તો બધા બનાવે મે આજ કઈક નવું ટ્રાય કરયુ છે સ્વીટ પોટેટો બફ વડા ખૂબ જ ટેસ્ટી બને છે તમે પણ ટ્રાય કરજો

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સ્વીટ પોટેટો ને બાફી લેવા અને ઠંડા થાય એટલે છાલ કાઢી લેવી
- 2
હવે તેને મેસ કરી લેવા હવે લીલા મરચાં ને વાટી લેવા,કોથમીર ને કાપી લેવી,શીંગદાણા ને અધકચરા વાટી લેવા હવે સ્વીટ પોટેટો માં આ બધું ઉમેરો
- 3
હવે તેમાં મીઠું,ફરાળી લોટ અને લીંબુ નો રસ ઉમેરો અને બરાબર મિક્સ કરી નરમ કણક રેડી કરી તેમાં તેલ ઉમેરી બરાબર મસળી લેવો
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું હવે સ્વીટ પોટેટો ના મિશ્રણ માંથી બોલ્સ બનાવી વચ્ચે કાજુ મૂકી. બોલ ને કવર કરી લેવો ધ્યાન રાખવું કે બોલ્સ ઉપર તિરાડ ના હોય એવી રીતે બધા બફ વડા રેડી કરવા
- 5
હવે ગરમ તેલ માં સ્લો ફલેમ ઉપર બધા બફ વડા ને ગોલ્ડન બ્રાઉન તળી લેવા
- 6
હવે સર્વિંગ પ્લેટ માં કાઢી સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ