છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#SN2
#Vasantmasala
#aaynacookeryclub
વસંત ગરમ મસાલા નો ઉપયોગ કરી ને મે અહીંયા છોલે ચણા મસાલા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ બન્યા છે

છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#SN2
#Vasantmasala
#aaynacookeryclub
વસંત ગરમ મસાલા નો ઉપયોગ કરી ને મે અહીંયા છોલે ચણા મસાલા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ બન્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ કાબુલી ચણા
  2. ચપટીખાવાનો સોડા
  3. ૩ નંગડુંગળી
  4. ૨ નંગટામેટાં
  5. તજનો ટુકડો
  6. ૬ નંગલવિંગ
  7. ૧૦ નંગ મરી
  8. ૪-૫ નંગદાણા ઇલાયચી દાણા
  9. ૨ ટીસ્પૂનકાજુ ના ટુકડા
  10. ૨ ટીસ્પૂનમગજ તરી નાં બી
  11. તમાલ પત્ર
  12. ૨ ટીસ્પૂનકોપરાનું ખમણ
  13. ૧ ટીસ્પૂનખસખસ
  14. ૧ ટીસ્પૂનવસંત ગરમ મસાલો
  15. ૧/૨ ટીસ્પૂનવસંત હીંગ
  16. ૧ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  17. ૧/૨ ટીસ્પૂનહળદર
  18. ૧ ટીસ્પૂનધાણાજીરું
  19. ૧ ટીસ્પૂનછોલે મસાલા
  20. ૧/૨ ટીસ્પૂનજીરુ
  21. ૩ નંગલીલાં મરચાં
  22. ૧ ટીસ્પૂનઆદું લસણ ની પેસ્ટ
  23. ૧ ટીસ્પૂનકસુરી મેથી
  24. ૧ ટીસ્પૂનલાલ લસણની ચટણી
  25. મીઠું સ્વાદાનુસાર
  26. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં છોલે ચણા ને ૭ કલાક ગરમ પાણી માં ખાવા નો સોડા નાખીને પલાળી રાખો ત્યારબાદ બાદ કુકરમાં ૪ વ્હીસલ વગાડી બાફી લો

  2. 2

    ત્યારબાદ કાજુ, મગજતરી ના બી પલાળી રાખો હવે ડુંગળી, ટામેટાં, કાજુ, મગજતરી ના બી ને ઉકળતા પાણીમાં ૪ મિનિટ સુધી રહેવા દો,ખસખસ અને કોપરા નાં ખમણ ને ૫ મિનિટ સુધી પલાળી રાખો

  3. 3

    મિક્સરમાં ડુંગળી, ટામેટાં, કાજુ, મગજતરી ના બી, ખસખસ લીલા મરચાં, કોપરાના ખમણને વાટી લો હવે વઘાર માટે તેલ ગરમ કરો

  4. 4

    તેમાં જીરું, વસંત હીંગ, તજ, લવિંગ, મરીયા ઇલાયચી દાણા,તમાલ પત્ર બધું બરાબર સાંતળી લો

  5. 5

    ત્યારબાદ તેમાં ડુંગળી, ટામેટાં વાળી ગ્રેવી નાખી હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, વસંત ગરમ મસાલો, છોલે મસાલો આદું લસણની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું નાખીને સાંતળી લો,

  6. 6

    હવે બાફેલા છોલે ચણા નો અલગ થી વઘાર માટે તેલ ગરમ કરો તેમાં ચપટી વસંત ગરમ મસાલો, લાલ લસણની ચટણી નાખીને ચણા સાંતળી લો, ચણા બરાબર સંતળાઈ જાય એટલે ગ્રેવી માં મિક્સ કરી લો

  7. 7

    છેલ્લે તેમાં કસુરી મેથી હાથથી મસળી ને ઉમેરો, કોથમીર ભભરાવી છોલે ચણા ને ૫ મિનિટ સુધી ઉકળવા દો, ગરમ ગરમ સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes