છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)

#SN2
#Vasantmasala
#aaynacookeryclub
વસંત ગરમ મસાલા નો ઉપયોગ કરી ને મે અહીંયા છોલે ચણા મસાલા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ બન્યા છે
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
#SN2
#Vasantmasala
#aaynacookeryclub
વસંત ગરમ મસાલા નો ઉપયોગ કરી ને મે અહીંયા છોલે ચણા મસાલા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ બન્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં છોલે ચણા ને ૭ કલાક ગરમ પાણી માં ખાવા નો સોડા નાખીને પલાળી રાખો ત્યારબાદ બાદ કુકરમાં ૪ વ્હીસલ વગાડી બાફી લો
- 2
ત્યારબાદ કાજુ, મગજતરી ના બી પલાળી રાખો હવે ડુંગળી, ટામેટાં, કાજુ, મગજતરી ના બી ને ઉકળતા પાણીમાં ૪ મિનિટ સુધી રહેવા દો,ખસખસ અને કોપરા નાં ખમણ ને ૫ મિનિટ સુધી પલાળી રાખો
- 3
મિક્સરમાં ડુંગળી, ટામેટાં, કાજુ, મગજતરી ના બી, ખસખસ લીલા મરચાં, કોપરાના ખમણને વાટી લો હવે વઘાર માટે તેલ ગરમ કરો
- 4
તેમાં જીરું, વસંત હીંગ, તજ, લવિંગ, મરીયા ઇલાયચી દાણા,તમાલ પત્ર બધું બરાબર સાંતળી લો
- 5
ત્યારબાદ તેમાં ડુંગળી, ટામેટાં વાળી ગ્રેવી નાખી હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, વસંત ગરમ મસાલો, છોલે મસાલો આદું લસણની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું નાખીને સાંતળી લો,
- 6
હવે બાફેલા છોલે ચણા નો અલગ થી વઘાર માટે તેલ ગરમ કરો તેમાં ચપટી વસંત ગરમ મસાલો, લાલ લસણની ચટણી નાખીને ચણા સાંતળી લો, ચણા બરાબર સંતળાઈ જાય એટલે ગ્રેવી માં મિક્સ કરી લો
- 7
છેલ્લે તેમાં કસુરી મેથી હાથથી મસળી ને ઉમેરો, કોથમીર ભભરાવી છોલે ચણા ને ૫ મિનિટ સુધી ઉકળવા દો, ગરમ ગરમ સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
Top Search in
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ