પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને સાફ કરી ધોઈ લો હવે તપેલીમાં ગરમ પાણી કરીને તેમાં ખાંડ નાખીને પાલકને બે મિનિટ માટે ઉકાળી પછી તેને તરત જ ઠંડા પાણીમાં નાખો પછી મિક્સર જારમાં પાલક કોથમીર લીલા મરચા લઈને તેની પેસ્ટ કરી લો
- 2
હવે વઘાર માટે તેલ ગરમ કરો પછી તેમાં જીરું હિંગ હિંગ અને બધા ખાડા મસાલા નાખો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ નાખીને બે મિનિટ માટે સાંતળો પછી તેમાં ઝીણું સમારેલું ટામેટું લાલ મરચું હળદર ધાણાજીરું પાઉડર અને મીઠું નાખીને ટામેટું સોફ્ટ થાય ત્યાં સુધી કુક કરો
- 3
પછી તેમાં દહીં નાખીને બરાબર મિક્સ કરીને તેને બે થી ત્રણ મિનિટ માટે કુક કરો પછી તેમાં તૈયાર કરેલી પાલકની પ્યુરી નાખો
- 4
પછી વસંતનો ગરમ મસાલો કિચન કિંગ મસાલો અને કસૂરી મેથી નાખીને મિક્સ કરો (જરૂર લાગે તો થોડું પાણી એડ કરી શકાય) પનીર ના પીસ કરીને તેને શેલો ફ્રાય કરી લો
- 5
પછી ગ્રેવીમાં પનીરના પીસ બટર અને મલાઈ નાખીને મિક્સ કરી લો
- 6
સર્વ કરવા માટે તૈયાર છે વસંત મસાલા સ્પેશિયલ રેસીપી પાલક પનીર
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (5)