મગ પાલક ના ઢોકળા (Moong Palak Dhokla Recipe In Gujarati)

#DRC
ડાયેટ ને ફોલો કરવાવાળા પણ આ ઢોકળા ખાઈ શકે છે .આ ઢોકળા નાના મોટા સૌને ભાવે એવા છે જે લોકો આથા વિનાનું ખાય છે તેના માટે આ ઢોકળા ખૂબ જ સરસ છે.
મગ પાલક ના ઢોકળા (Moong Palak Dhokla Recipe In Gujarati)
#DRC
ડાયેટ ને ફોલો કરવાવાળા પણ આ ઢોકળા ખાઈ શકે છે .આ ઢોકળા નાના મોટા સૌને ભાવે એવા છે જે લોકો આથા વિનાનું ખાય છે તેના માટે આ ઢોકળા ખૂબ જ સરસ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પલાળેલા મગ ને મિક્સર જારમાં લઈ તેમાં થોડા પાલકના પાન એક થી દોઢ લીલું મરચું, મીઠું નાખી જરૂર મુજબ પાણી ઉમેરી અને ક્રશ કરી લેવું. આ રીતે બધા જ મગમાં આ બધું નાખતા જવું અને ક્રશ કરીને એક તપેલામાં રાખવું ત્યારબાદ તેમાં તેલ અને ઈનો ઉમેરી મિક્સ કરી લેવું.
- 2
આપણે મિક્સરમાં મગ ને ક્રશ કરીએ એ દરમિયાન આપણે સ્ટીમરમાં પાણી મૂકી અને ગરમ કરવા મૂકી દેવું તેની પ્લેટ ને તેલ થી ગ્રીસ કરી લેવી.
- 3
ત્યારબાદ ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે તૈયાર કરેલું બેટર ઉમેરી અને સ્ટીમર માં મૂકી સ્ટીમ કરી લેવું થોડીવાર પછી ચપ્પુ ભરાવી અને ચેક કરી લેવું કે થઈ ગયું છે કે કેમ. તેને બહાર કાઢી થોડું ઠંડુ થાય પછી કાપા કરી મોટા કાણાવાલી પ્લેટમાં ઊંધા કાઢી લેવા જેથી એમની ઓજ હોય તે નીકળી જાય. આ રીતે બાકી નાં બેટર માંથી ઢોકળા બનાવી લેવા.
- 4
ત્યારબાદ એક મોટી કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ ત્યારબાદ જીરું પછી હિંગ પછી તલ પછી લીમડો અને મરચાં ઉમેરી બધા ઢોકળા તેમાં ઉમેરી દેવા.. અથવા તો ઢોકળા મોટા વાસણમાં હોય તો આ વઘાર તેમાં ઉપર ઉમેરી દેવું અને તેને ગેસ ઉપર ગરમ મૂકી સરખી રીતે મિક્સ કરી ગરમ કરી લેવા. તમને ગમે તો ખાંડ ઉમેરી શકો છો હું તો નથી નાખતી.
- 5
ગેસ બંધ કરી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવા. પાલક અને મગ ના ઢોકળા પચવામાં ખૂબ હેલ્ધી છે. જે લોકો ડાયટિંગ કરે છે તેઓ વઘાર કર્યા વિના લીલી ચટણી સાથે ખાય તો એના માટે પણ બહુ જ સારા છે અથવા તો ઓછું તેલ મૂકીને વઘાર કરી શકે છે
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (10)