રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ ને 5-6 કલાક પલાળવી. ત્યારબાદ દાળ ને બેથી ત્રણ પાણી થી ધોઈ મિકસર જાર માં લઈ દહી નાખી ક્રશ કરવી. ક્રશ કરેલ દાળ ને 6-7 કલાક આથો લાવવા માટે ઢાંકી ને મૂકી રાખવું.
- 2
ત્યારબાદ તેમાં પાણી, સીંગતેલ, આદુ-મરચા ની પેસ્ટ, મીઠું, હળદર નાખી મિકસ કરી ઈનો નાખી મિકસ કરી ને ગ્રીસ કરેલી થાળી માં ખીરું પાથરવું. ઢોકળીયા માં પાણી ગરમ કરી ખીરા વાળી થાળી ને સ્ટીમ કરવી.
- 3
થાળી ને બહાર કાઢી ઠંડી પડે પછી તેના પીસ કરવા.વઘારીયા માં તેલ ગરમ કરી રાઈ, હીંગ, મરચા નો વઘાર કરી વઘાર ને ખમણ પર પાથરવો.
- 4
તૈયાર છે વાટી દાળ ના ખમણ. સર્વિંગ ડીશ માં લઈ કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16834962












ટિપ્પણીઓ (16)