રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ચણા નો લોટ લઈને તેમાં પાણી અને છાશ નાખીને ગાઠો ના રહે તે રીતે મિક્સ કરી લો.તેમાં મરચું,મીઠું,ધાણાજીરૂ, હળદર નાખીને મિક્સ કરી દો.
- 2
હવે ગેસ પર વાસણ લઇ તેમાં તેલ નાખીને હિંગ નાખી મરચા,આદુ લસણ સમારેલા નાખીને થોડી વાર થવા દો.હવે ચણાના લોટ અને છાસ વાળું મિશ્રણ તેમાં નાખીને સતત હલાવતા રહો મિશ્રણ વાસણ છોડવા લાગે એટલે તેને ઉતારી લો.
- 3
ગ્રીસ કરીને રાખેલી થાળીમાં પાથરી ને ઠંડુ થવા દો.હવે તેમાં ઢોકળા જેવા પીસ પાડી દો.
- 4
હવે એક પેન લઇ તેમાં તેલ નાખી ને ગરમ થાય એટલે રાઈ જીરૂ તતડે એટલે તેમાં હિંગ નાખો.લસણ અને ડુંગળી પણ નાખી તેને બરાબર ચડી જવા દો.
- 5
હવે તેમાં છાસ અને થોડું પાણી નાખી દો.૧-૨ વાર ઉભરો આવે એટલે તેમાં ઢોકળી નાખીને ૨-૩ મિનિટ થવા દો.તેમાં ગોળ નાખી દો.
- 6
તેમાં લીલા ધાણા નાખીને પરાઠા સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16835747















ટિપ્પણીઓ