સેવપૂરી (Sev Puri Recipe In Gujarati)

સેવપૂરી (Sev Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બેસન, મીઠું, હળદર, મરી પાઉડર, તેલ ઉમેરીને મિક્સ કરી લો. પછી તેમાં પાણી ઉમેરીને ૫ મિનીટ સુધી લોટને બરાબર ફેટી લો.
- 2
સેવનાં સંચા અને હાથને તેલથી ગ્રીસ કરી લો. તૈયાર લોટ સંચામાં ભરી લો. કડાઈમાં તેલ ગરમ કરીને હાયફ્લેમ ઉપર સેવ પાડી તળીને પેપર નેપકિન પર કાઢી લો.
- 3
એક બાઉલમાં મેંદો, બેસન, રવો, તેલ, મીઠું, અજમો અને પાણી ઉમેરી મિક્સ કરી કણક બાંધી લો. કણકને ૧૦ મિનીટ માટે ભીના કપડાથી ઢાંકીને મૂકી રાખો.
- 4
પછી કણકના બે ભાગ કરી તેની પાતળી રોટલી વણી લો. કુકીકટરની મદદથી ગોળાકાર કાપી લો. કાંટાવાળી ચમચી વડે તેમાં કાણા પાડી લો.
- 5
કડાઈમાં તેલ ગરમ કરી પૂરીને ધીમા તાપે સોનેરી થાય ત્યાંસુધી તળીને કાઢી લો.
- 6
બટાકાને બાફીને અધકચરા સ્મેશ કરી લો. પછી તેમાં લાલમરચું પાઉડર, ચાટ મસાલો, જીરૂ પાઉડર, કોથમીર, લીંબુનો રસ અને મીઠું ઉમેરી મિક્સ કરી લો.
- 7
મિક્સરજારમાં કોથમીર, ફુદીનાના પાન, લીલા મરચા, લસણની કળી, મીઠું, સંચળ, હિંગ, જીરૂ, ખારી શીંગ, લીંબુનો રસ અને પાણી ઉમેરીને બારીક પીસી લો.
- 8
સૂકામરચાને ગરમ પાણીમાં ૧૫ મિનીટ માટે પલાળીને રાખો. મિક્સજારમાં પલાળેલા મરચા, લસણ, મીઠું, સેવ અને લીંબુનો રસ ઉમેરીને બારીક પીસી લો.
- 9
એક તપેલીમાં આંબલી, ગોળ અને એક ગ્લાસ પાણી ઉમેરીને ૧૫ મિનીટ ઉકાળીને ગાળી લો. પછી મીઠું, સંચળ, જીરૂ પાઉડર, ગરમ મસાલો અને લાલમરચું પાઉડર ઉમેરી મિક્સ કરી લો.
- 10
ડીશમાં પૂરી ગોઠવો. તેમાં બટાકાનું સ્ટફિંગ, સમારેલી ડુંગળી અને કોથમીર ઉમેરો. પછી ત્રણેય ચટણી ઉમેરો.
- 11
તેની ઉપર સેવ, ટામેટા, ડુંગળી, કાચી કેરી અને ચાટ મસાલો ભભરાવો. તેને તરત જ સર્વ કરો.
- 12
તેને તરત જ સર્વ કરો.
Similar Recipes
More Recipes







































ટિપ્પણીઓ (8)