માખણિયા/જીરા બિસ્કિટ

ચા સાથે તમે ઘણા જુદા જુદા બિસ્કિટ્સ ખાધા હશે. પણ મારા અનુભવે કહું તો ચા સાથે માખણિયા બિસ્કિટ ખાવાનો આનંદ જ અનેરો છે. માખણિયા બિસ્કિટને જીરા બિસ્કિટ્સ કે ફરમાસ પણ કહે છે. આ બિસ્કિટ સુરતના સૌથી બેસ્ટ હોય છે.
જો તમે મારી આ રેસીપીને પર્ફેક્ટ અનુસરીને બનાવશો તો તમે જેને ખવડાવશો તે વ્યક્તિ પૂછશે કે આ ક્યાંથી લાવ્યા?😊😊😊

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાડકામાં માખણ અને ઘી લઈને પ મીનીટ બરાબર ફેંટવું.
- 2
મિશ્રણ એકદમ ફ્લપી થઈ જાય એટલે તેમાં જીરૂ તથા મીઠું ઉમેરી બરાબર મિક્ષ કરવું. તેમાં દહીં ઉમેરવુ.
- 3
દહીં પર બે. પાઉડર તથા બે. સોડા નાંખવું. જેથી સોડા એક્ટીવેટ થશે એટલે તરત એક મીનીટ માટે સરસ મીક્ષ કરવું.
- 4
હવે આ મિશ્રણને એક થાળીમાં લઈ લેવું. ત્યારબાદ ઘઉંનો લોટ, મેંદો તથા રવો લઈ બધુ ભેગું કરી મિશ્રણમાં ઉમેરવું.
- 5
હવે હળવા હાથે બધુ ભેગું કરી લોટ બાંધવો.
ખાસ નોંધ :
- સહેજપણ પાણીનો ઉપયોગ કરવાનો નથી.
- લોટ મસળી- મસળીને બાંધવાનો નથી.
- લોટ મુઠ્ઠીથી બંધાય એવો જ બાંધવાનો છે. (નરમ- લીસો બાંધવાનો નથી) - 6
હવે લોટને પ્લાસ્ટિકમાં ઢાંકી ૨૫-૩૦ મીનીટ માટે ફ્રીજમાં મુકી દેવો.
- 7
ઓવનને કન્વેક્શન મોડમાં પ્રી-હીટ કરવા મુકી દેવું. હવે ફ્રીજમાંથી લોટ કાઢી ચમચાની મદદથી લુવા લઈ, ઓવનની ટ્રે પર બટર પેપર મુકવા.
(ખાસ નોંધ :- લુવાને હાથ ફેરવી ગોળ આકાર આપવાનો નથી. ચમચાથી કાઢી એમનું એમ જ ટ્રે પર મુકવું.) - 8
હવે ઓવનમાં ૧૮૦ ડીગ્રી પર ૧૫-૨૦ મીનીટ બેક થવા દેવું. (ઓવન ના હોય તો તમે પ્રી-હીટ કઢાઈ કે તપેલામાં પણ બનાવી શકો છો.)
- 9
માખણિયા/જીરા બિસ્કિટ તૈયાર છે. ચા સાથે જોરદાર યમ્મી બિસ્કિટનો આનંદ માણો😋😋😋🥰🥰
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (10)