લીલવા કચોરી

#ગુજરાતી મજેદાર મસાલાથી ભરપૂર અને લહેજતદાર કચોરીનો એક એક ટુકડો તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે.
લીલવા કચોરી
#ગુજરાતી મજેદાર મસાલાથી ભરપૂર અને લહેજતદાર કચોરીનો એક એક ટુકડો તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક ઊંડા વાસણમાં મેંદો લઈ તેમાં મીઠું, તેલ,જરૂર પ્રમાણે પાણી નાખી
રોટલીના લોટથી સહેજ ઢીલો લોટ બાંધી લો અને થોડીવાર તેને ઢાંકીને રાખો. - 2
તુવેરના દાણાને અને લીલા મરચાં ને મિક્સર કે ચીલી કટરમાં ક્રશ કરી લો
અેક ફ્રાઈંગપેનમાં તેલ મૂકી તેમાં હીંગનો વઘાર કરીને જીરુ નાંખો - 3
આદુ પેસ્ટ નાખી હળદર નાંખો
હવે ક્રશ કરેલા તુવેરના દાણા નાખી 5-7 મિનીટ સાંતળો
હવે તેમાં ખાંડ, મીઠું અને લીંબુનો રસ,ગરમ મસાલો,તલ,કાજુ કિશમીશ ઉમેરી મિક્સ કરો
હવે 2 મિનિટ આ મિશ્રણને સતત હલાવતા રહો.કોથમીર નાંખો
હવે ગેસ પરથી ઉતારી લો - 4
ઠંડું થાય પછી એના નાના ગોળા બનાવી લો
લોટ માંથી મિડીયમ નાની પૂરીઓ વણી અને તુવેરના મિશ્રણના બનાવેલા ગોળાને મૂકીને કચોરી વાળી લો
ગરમ તેલમાં મૂકીને તળી લો
ખજૂર આંબલી ની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો
Top Search in
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ