બુંદી..

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#ગુજરાતી ગુજરાતીઓને મીઠાઈ ખાવામાં ખૂબ જ પસંદ હોય છે તેમાં પણ બુંદી એ તો નાના-મોટા સૌને પસંદ ....

બુંદી..

2 કમેન્ટ્સ કરેલ છે

#ગુજરાતી ગુજરાતીઓને મીઠાઈ ખાવામાં ખૂબ જ પસંદ હોય છે તેમાં પણ બુંદી એ તો નાના-મોટા સૌને પસંદ ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૧ વાટકી ચણાનો લોટ
  2. ૧ ચમચી તેલ
  3. 1વાટકી ખાંડ
  4. 1 ચપટીખાવા ના સોડા
  5. 1 ચમચીદૂધ
  6. 1/2 ચમચીયલો ફુડ કલર
  7. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાટકી ચણાનો લોટ લઈ લઈએ. ત્યારબાદ ૧/૨ વાટકી પાણી લઈ લેવું. હવે પાણી ધીમે ધીમે નાખીને ઘોળ તૈયાર કરતાં જવું.

  2. 2

    હવે તેમાં એક ચમચી તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લેવું. હવે આ મિશ્રણને થોડીવાર માટે સાઈડમાં રાખી દેવો. બીજી બાજુ એક પેનમાં ૧ વાટકી ખાંડ લઇને તેમાં ૩/૪ કપ પાણી નાખીને ગેસ પર મૂકવું

  3. 3

    ચાસણી થોડી મેલી દેખાય તો તેમાં એક ચમચી દૂધ ઉમેરવું. દૂધ ઉમેરવાથી બધો મેલ ઉપર તરી જશે તે ચમચાની મદદથી કાઢી લેવો.

  4. 4

    ચાસણી એક તાર થી થોડી ઓછી રાખવાની છે. હવે તેમાં અડધી ચમચી યલો ફૂડ કલર નાખી દેવો. અને અડધી ચમચી ઈલાયચી પાવડર પણ નાખી દેવો. આપણી ચાસણી તૈયાર છે.

  5. 5

    હવે બેટર માં એક પીચ સોડા નાખી સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ એક કાણાંવાળા ચમચામાં બુંદી નું બેટર નાખો. બેટર થોડું થોડું જ નાખવું નહીંતર બુંદી ગોળ બનશે નહીં.

  6. 6

    બુંદી ફટાફટ બની જાય છે તો હવે તેને ઉતારી લેવી. ત્યારબાદ તેને ચાસણીમાં નાખી દેવી. ચાસણીમાં નાખીને ૧/૨ કલાક માટે રહેવા દેવી, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી બધી બુંદી માં એક સરખી રીતે ચાસણી ચડી જાય.

  7. 7

    તો હવે તૈયાર છે બુંદી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes